કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં 133 દિવસ બાદ કોરોના ડબલ ડિઝિટમાં, 10 નવા કેસ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 દિવસમાં 72 કેસ થયાં, જિલ્લામાં 40 લોકો સાજા થયાં, હજી 32 કેસ એક્ટિવ

ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારીએ પગપેસારો કરી લીધો છે. દિનપ્રતિદિન કેોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 133 દિવસ બાદ બુધવારે બેવડા આંકમાં કોરોનાનો કેસ નોંધાયો છે. બુધવારે કોરોનાના નવા 10 કેસ આવતાં છેલ્લાં 24 દિવસમાં કોરોના પોઝીટીવનો આંકડો 72 પર પહોંચી ગયો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાની ચોથી લહેરે બિલ્લી પગરવ કર્યાં છે. દિનપ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં 133 દિવસ બાદ બે ડિઝનમાં એટલે કે 10 કેસ નોંધાયાં છે. ત્યારે કોરોનાના કેસો હવે વધુ ઝડપે ફેલાય તેવા અણસાર વર્તાઇ રહ્યાં છે.

ગત 5મી જુનથી ચોથી લહેરના કેસોની ગણતરી શરૂ થઇ છે. ત્યારે માત્ર 24 જ દિવસમાં 72 કેસો નોંધાઇ ગયાં છે. કોરોનાના કેસોમાં વધારો થવાને કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન-વેન્ટીલેટરની સુવિધા સાથે 300 લોકોને કોરોનાની સારવાર આપી શકાય તેવી તૈયારીઓ કરી દેેવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલાં કુલ 72 દર્દીઓ પૈકી 40 લોકો સાજા થયાં છે. જ્યારે 32 એક્ટિવ કેસ છે.કોરોના નહીવત થતાં સિવિલ હોસ્પિટલનો વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કોરોનાની ચોથી લહેરમાં એક કોરોના પોઝિટિવ દર્દી ભરૂચ જિલ્લામાં નોંધાઈ ચૂક્યો છે

જેના કારણે ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કોવિંડ દર્દીઓને પહોંચી વળવા માટે અને દર્દીઓને સારવાર મળી રહે તેવા પ્રયાસો ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 80 જેટલા વેન્ટિલેટર તથા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળા ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત છે તદુપરાંત ૩૦૦થી વધુ બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેના કારણે ભરૂચ જિલ્લામાં કોઈપણ કોરોના પોઝિટિવ દર્દીને સારવાર વિના ભટકવુ ન પડે તે માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

તાલુકાવાર કેસોની સંખ્યાં

તાલુકોકેસ
આમોદ1
અંક્લેશ્વર21
ભરૂચ29
જંબુસર8
ઝઘડિયા4
નેત્રંગ1
વાગરા1
વાલિયા7
કુલ72

સપૂર્ણ વેક્સિનેશનથી દર્દીઓને અસર ઓછી
ભરૂચ જિલ્લામાં 95 ટકા જેટલું વેક્સિનેશનનું કામ પુર્ણ થઇ ગયું છે. જેમાં તમામે પ્રિકોશનના બે ડોઝલઇ લીધાં છે. જેના પગલે હાલમાં આવતાં કોરોના પોઝિટીવના કેસોમાં દર્દીઓને મોટી સમસ્યા થતી નથી. તેઓ એકાદ-બે દિવસની સારવારમાં જ સાજા થઇ જાય છે. 60થી વધુ વયના લોકોને ત્રીજો ડોઝ વિના મુલ્યે અપાઇ રહ્યો છે .જોકે, અન્ય લોકોએ તે થોડા જ રૂપિયા ભરી ત્રીજો ડોઝ લઇ શકા છે. > ડો. દુલેરા, જિલ્લા આરોગ્ય અધિકારી, ભરૂચ.

તબક્કાવાર બેડની કેપેસિટી વધારાશે
​​​​​​​જિલ્લામાં ચોથી લહેરના આસાર વચ્ચે અત્યાર સુધીમાં 3 કેસ નોંધાયાં છે. ત્યારે સિવિલમાં તમામ સુવિધાથી સજ્જ 300 બેડની કેપેસિટીનું આયોજન કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...