• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Jolwa Village Of Bharuch, BJP Candidate Arun Singh Rana Took Out The Groom Sitting In An Open Jeep, The Whole Village Was Painted In Saffron.

શક્તિ પ્રદર્શન:ભરૂચના જોલવા ગામમાં ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાને ખુલ્લી જીપમાં બેસીને વરઘોડો કાઢ્યો, આખુ ગામ કેસરિયા રંગે રંગાયું

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારનું ગામ જોલવા કેસરિયા રંગે રંગાયું હતું. અરુણસિંહ રણાનો વાજતે ગાજતે ખુલ્લી જીપમાં વરઘોડો કાઢતા જોલવાની ગલીઓ ભારતમાતા કી જયના નારાથી ગુંજી ઉઠી હતી.

વાગરામાં ભાજપના ઉમેદવાર અરુણસિંહ રાણાનો ગામે ગામ પ્રચારનો ધમધમાટ ચાલી રહયો છે. પ્રત્યેક ગામા તેમને લોકોનો પ્રચંડ આવકાર મળી રહયો છે. વાગરાના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલના ગામ જોલવામાં પ્રચાર માટે જતા જોલવામાં કેસરિયો છવાયો હતો. જાગેશ્વર તાલુકા પંચાયત બેઠકના ગામોમાંથી ઉમટેલા લોકોએ અરુણસિંહ રણાને સાફો બાંધી રાજાશાહી ઠાઠથી ખુલ્લી જીપમાં વાજતે ગાજતે ડીજેના નાદ સાથે કાઢી હતી. જેના પગલે જોલવાની ગલીઓ વંદે માતરમ અને ભરતમાતાકી જયના નાદથી ગુંજી ઉઠી હતી. લખીગામ ખાતે પણ મોટી સંખ્યામાં લોકોએ સ્કૂટર રેલી કાઢી હારતોરા કરી અરુણસિંહ રણાને બંધાવી તેમના પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કર્યુ હતું.

જાહેરસભામાં ભાજપના ઉમેદવાર અરુણસિંહ રણાએ પોતે દશ વર્ષમાં કરેલ કાર્યોની ઝાંખી આપવા ઉપરાંત કોંગ્રેસ ઉપર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ લવારીએ ચડી છે. પણ મારામાં તો ભાજપના સંસ્કાર છે. હું ગમેતેમ ના બોલું તેમ કહી તેમણે કોંગ્રેસે ભાજપની પૂર્વ પટ્ટીના ગામો તૂટતા હોવાની ડીંગ સામે વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે મત પેટી ખુલે ત્યારે જોજો કોણ તૂટે છે.

તેમણે કહયું હતું કે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ આવે છે. અને ચૂંટણી જાય ત્યાર પછી કોંગ્રેસ ખોવાઈ જાય છે. જ્યારે ભાજપ અડીખમ છે. ખોવાઈ જાય તેવી પાર્ટીને મત આપી તમારો મત બગાડતા ના તમારી સાથે રહે, વિકાસ કરે તેને તમારો મત આપજો. અને ભાજપે શુ કર્યું છે તે જોવું અને જાણવું હોય તો ઉપરવાળાની ઈબાદત - પ્રાર્થના કરો ત્યારે તમારા મનને પૂછજો પછી મતદાન કરજો.

અન્ય સમાચારો પણ છે...