ભાજપનો વોટશેર વધ્યો:જંબુસરમાં ભાજપના વોટશેરમાં 13.9 ટકાનો વધારો જોવા મળ્યો

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંક્લેશ્વર સિવાયની 4 બેઠકો પર ભાજપનો વોટશેર વધ્યો

ભરૂચ જિલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. 35 વર્ષ ઉપરાંતથી છોટુ વસાવાની અનબિટેબલ ગણાતી ઝઘડિયાની સીટ પર પણ ભાજપે સર કરી છે. ત્યારે 2017ની વિધાનસભાની ચૂંટણીના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના વોટ શેર પર નજર કરીએ તો આ વિધાનસભાની ચૂંટણીમાં તમામ પાંચ બેઠક પૈકી જંબુસરમાં ભાજપના વોટશેરમાં સૌથી વધુ 13.9 ટકાનો વધારો થયો છે.

જ્યારે અનબિટેબલ એવી ઝઘડિયા બેઠક પર છોટુ વસાવાના વોટશેરમાં 26.02 ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. અંક્લેશ્વર બેઠક પર બે ભાઇઓ વચ્ચે જંગ ખેલાયો હતો. જેેના પગલે અંક્લેશ્વર બેઠકના પરીણામ પર લોકો ચાતક નજરે રાહ જોઇ બેઠાં હતાં. કોંગ્રેસમાંથી ઉભા રહેતાં વિજય પટેલને મ્હાત આપી ભાજપના ઇશ્વરસિંહ પટેલે પોતાની બેઠક જાળવી રાખી હતી. જોકે, તેમના વોટશેરમાં ગત ચૂંટણી કરતાં 2.05 ટકાનો ઘટાડો થયો હતો.

બે ચૂંટણીના વોટ શેરના આંકડા

પક્ષ20172022( વધ-ઘટ)
અંક્લેશ્વર
ભાજપ62.9260.87( - 2.05)
કોંગ્રેસ33.1235.34( + 2.22)
ભરૂચ
ભાજપ57.8364.26( + 6.43)
કોંગ્રેસ38.6326.13( - 12.5)
જંબુસર
ભાજપ42.6256.52( + 13.9)
કોંગ્રેસ46.7139.62( - 7.09 )
વાગરા
ભાજપ47.352.63( +5.33)
કોંગ્રેસ45.5844.11( - 1.47 )

ઝઘડિયા (છોટુ વસાવા અપક્ષમાં લડ્યાં)

ભાજપ34.3146.25( + 11.94)
બીટીપી60.1834.16( - 26.02)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...