રાજકીય આક્ષેપ:ગુજરાતમાં સરકારે 6 હજાર શાળાઓ મર્જ કરવાના બહાને બંધ કરી દીધી : કેજરીવાલ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • BTP-AAPના આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં ગઠબંધનની જાહેરાત
  • દિલ્હીની સરકારી શાળા અને હોસ્પિટલોની મુલાકાત લેવા ગુજરાતના CMને આમંત્રણ

ગુજરાત સ્થાપના દિવસે જ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચંદેરિયા ગામેથી બીટીપી અને આપના સત્તાવાર ગઠબંધનની જાહેરાત થઈ હતી. આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ સરકાર આપથી ડરતી હોવાનો મત જાહેર કર્યો હતો. સંમેલનને સંબોધતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આપણા દેશના સૌથી ધનવાન 2 વ્યક્તિ જે ગુજરાતમાંથી આવે છે અને સૌથી ગરીબ લોકો પણ ગુજરાતમાંથી જ છે. ગુજરાતમાં સરકારી શાળાઓની હાલત ખૂબ જ ખરાબ છે.

ગુજરાતની ભાજપ સરકારે 6 હજાર સરકારી શાળાઓ મર્જ કરવાના બહાને બંધ કરી દીધી છે. દિલ્હીની સરકારી શાળાઓ શાનદાર બની ગઈ છે. જેના કારણે આ વર્ષે 4 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. દિલ્હીમાં હવે સરકારી સ્કૂલમાં જજનું બાળક, ઓફિસરનું બાળક અને રિક્ષાવાળાનું બાળક એક જ બેન્ચ પર બેસીને ભણી રહ્યાં છે. જે બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું, જે 75 વર્ષમાં ક્યારેય શક્ય બન્યું નથી. મેં કસમ ખાધી છે, બાબા તેરા સપના અધૂરા, કેજરીવાલ કરેગા પૂરા.હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની સ્કૂલો અને હોસ્પિટલો જોવા માટે ખુલ્લું આમંત્રણ પાઠવું છું.

ગુજરાતમાં શું થશે તેની ચિંતા PMને છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીને પણ ચિંતા છે કે આ વખતે ગુજરાતમાં શું થશે ? અભી તો ટાઇગર જીંદા હૈ. ગુજરાતમાં આવખતે આપ અને BTPની સરકાર બનશે. > મહેશ વસાવા, BTP ધારાસભ્ય.

શિક્ષણનું નામોનિશાન નથી તો સમર્થન કેમ ?
આમ આદમી પાર્ટી આપણા સહકારમાં આવી છે. જેમના રાજમાં શિક્ષણનું નામોનિશાન રહ્યું નથી એવી સરકારનું સમર્થન આપણે શા માટે કરવું જઈએ. > છોટુ વસાવા, BTP ધારાસભ્ય, ઝઘડિયા

અન્ય સમાચારો પણ છે...