છેતરપિંડી:ગજેરા ગામે PHC ના મેડિકલ ઓફિસર ₹55 હજારમાં ઠગાયાં

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રેડિટ કાર્ડ અપડેટના નામે મહિલાએ વિગતો મેળવી

વડોદરા તરસાલી ખાતે રહેતા ડો.કમલેશસિંગ ભુનીલાલસિંગ રાજપુત જંબુસરના ગજેરા PHC ખાતે મેડીકલ ઓફીસર તરીકે 17 વર્ષથી ફરજ બજાવે છે. હાલ ગજેરા મેડીકલ ઓફીસર ક્વાટર્સ ખાતે રહેતા તબીબને 27 ઓક્ટોબરે બપોરે એક ફોન આવ્યો હતો. તબીબ S.B.I નું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય એક અજાણી મહીલાનો મોબાઈલ નંબર 9452205494 ઉપરથી ફોન આવ્યો હતો. સામેથી મહિલાએ જણાવ્યું હતું કે, કમલેશસિંહ બોલો છો હું S.B.I ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલુ છુ.

તમારુ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાનું છે જેથી તમારા ક્રેડીટનો નંબર તથા ક્રેડીટ કાર્ડની એક્સ્પાયર્ડ ડેટ અને ક્રેડીટ કાર્ડની પાછળનો C.V.V નંબર આપો તેમ જણાવ તબીબે તમામ વિગતો આપી દીધી હતી. મહિલાએ મેસેજ પ્રક્રિયા શરૂ કરી એક બાદ એક 3 OTP નંબર મેળવી લીધા બાદ ક્રેડીટ કાર્ડ બેલેન્સ ખાતામાંથી પ્રથમ રૂ.15 હજારનો ઉપાડ થયેલ ત્યારબાદ બીજી વખેત પણ રૂ. 15 હજાર તથા ત્રીજી વખત રૂ.25,152 મળી કુલ રૂ.55,152 તબીબના ક્રેડીટ કાર્ડ માથી ઉપડી ગયા હતા. ડોક્ટરે ચિટિંગ થયાની વેડચ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...