તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ: ખદ:માતાની સામે જ 4 કૂતરા 3 વર્ષના બાળકને 50 મીટર સુધી ખેંચી ગયાં

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
મૃતક : મહમદ સિદ્દી - Divya Bhaskar
મૃતક : મહમદ સિદ્દી
 • નબીપુરમાં ઘર પાસે રમતા બાળક પર કૂતરાએ હુમલો કરતાં મોત

ભરૂચના નબીપુર ગામે શનિવારે બપોરે એક 3 વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી ઘરની નજીકમાં રમી રહ્યો હતો.તે દરમ્યાન રખડતાં 3 થી 4 કૂતરાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. બાળકને 50 મીટર દૂર ખેંચી ગયા હતા. બાળકના માથા તથા શરીરના અન્ય ભાગ પર કૂતરાઓએ બચકા ભર્યા હતા. જેમાં બાળકના પેટમાં ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જ્યારે બાળકની માતાને ખબર પડતાં તેણે દોટ મૂકી હતી. પરંતુ માતા વહાલસોયા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો કૂતરાઓએ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

રહીશોએ બાળકના મૃતદેહને તેના ઘેર લઈ ગયા હતા.એકનો એક દીકરાના મોતથી સિદ્દી કુટુંબ ઉપર આભ ફાટી પડ્યું બહતું.અગાઉ 2020માં એક જાગૃત યુવાન સલીમ કડુજીએ ગ્રામ પંચાયત નબીપુરમાં લેખિતમાં એક અરજી આપી હતી. જેમણે ગામમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને આબાલ વૃદ્ધોને ખૂબ હેરાન કરે છે. રખડતાં કૂતરાઓનો ત્વરિત નિકાલ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ નબીપુર ગ્રામ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોતી હતી.

ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં મૂકી વહીવટદારને સોંપવામાં આવે? ગામના સરપંચ, તલાટી અને પંચાયતના સભ્યો સામે જિલ્લા વહીવટી કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ તનો નબીપુરની જનતા પ્રતિનિધિઓ પાસેથી જવાબ માંગી રહી છે. ગ્રામજનોએ જિલ્લા વાહીવતદારો તરફથી પંચાયત સામે યોગ્ય પગલાં લેવાની પણ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો