તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરોનો તરખાટ:ભરૂચના જૂના અને નવા તવરા ગામે એકજ રાતમાં 7 સ્થળોએ તાળા તૂટ્યા

ભરૂચ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરોએ જવેલર્સ, દવાખાનું, દુકાનો અને મકાનને નિશાન બનાવ્યા
  • ગ્રામજનોની નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ, પોલીસ ફરિયાદ નહી

ભરૂચ તાલુકાના જુના અને નવા તવરા ગામે પશુ ચોરીઓના બનાવો બાદ હવે શુક્રવારે રાતે સાગમટે 7 સ્થળોએ તસ્કર ટોળકીએ ધાપ મારતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા જુના અને નવા તવરા ગામ તેમજ આસપાસની સોસાયટી વિસ્તસરમાં શુક્રવારે રાતે 1 થી 3 વાગ્યાના અરસામાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જવેલર્સ, દવાખાનું, દુકાનો અને ઘરને નિશાન બનાવી તસ્કરોએ એક જ રાતમાં 7 સ્થળોએ ચોરી કરી હતી. સવારે ઘટનાની જાણ થતાં ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જૂના તવરા ગામે નવરંગ ફળિયામાં રાજલક્ષ્મી જ્વેલર્સ, બાજુની દુકાન કૃપા ક્લિનિક દવાખાનુ અને જીતાબાનગરમાં મકાનના તાળા તોડ્યા હતા.

નવા તવરા બસ સ્ટોપ પાસે પણ વૃંદાવન નર્સરી તથા નર્સરીની સામે આવેલી પાન ગલ્લાની દુકાન અને એની બાજુમાં આવેલ ભેસોના તબેલામાં રહેતા માલિકીના મકાનમાં તથા અન્ય 2 સ્થળો પર રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા. સદનસીબે મોટી માલમત્તાની ચોરી મહીં થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જોકે પશુ ચોરીઓ બાદ હવે દુકાન, મકાન, જવેલર્સ, તબેલામાં ચોરીની ઘટનાને કારણે લોકોમાં ફફડાટ વચ્ચે નાઈટ પેટ્રોલિંગ પોલીસ વધારે તેવી માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...