ભાસ્કર વિશેષ:ભરૂચની એમ.કે.કોલેજમાં વિદ્યાર્થીઓને જમીન પર બેસીને અભ્યાસ કરવાની નોબત આવી

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોલેજના વર્ગખંડમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડાઇ છે. - Divya Bhaskar
કોલેજના વર્ગખંડમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડાઇ છે.
  • 110ની ક્ષમતાવાળા કલાસમાં 135 જેટલા વિદ્યાર્થીઓને ભણાવાતા હોવાનો ABVPનો આક્ષેપ

ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં 110 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં કલાસમાં 135 થી 140 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થાની સાથે સાથે માળખાકીય સુવિધાઓ પણ કથળેલી છે તેમ લાગી રહયું છે. ગુજરાતની ભાજપ સરકાર અને દીલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર વચ્ચે શિક્ષણના મુદ્દે ખેંચતાણ ચાલી રહી છે તેવામાં ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને જમીન પર બેસીને અભ્યાસ કરવાની નોબત આવી હોવાની ફરિયાદ આચાર્યને કરવામાં આવી છે.

કોલેજમાં એક વર્ગખંડમાં 110 જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેમ હોવા છતાં 135 થી 140 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહયાં છે. જેના કારણે કેટલાય વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવી રહયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીઓને પડતી અગવડના સંદર્ભમાં આચાર્યને રજુઆત કરી છે. જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે નવી બેચ શરૂ કરવાની માગ કરાય છે. જો બે દિવસમાં નકકર પગલાં ભરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...