ભરૂચ તાલુકાના શુકલતીર્થ નજીક આવેલા કરોદ ગામે 30 ફૂટ ઊંડા ખાડામાં ભેંસ ખાબકતા દોડધામ મચી ગઇ હતી. આખરે ગ્રામજનોએ જાતે જ જેસીબી બોલાવી ભેંસને બહાર કાઢવાની ફરજ પડી હતી.
જેસીબીથી ભેંસનું રેસ્ક્યૂ કરાયું
ભરૂચ તાલુકાના કડોદ ગામે ખેડૂતોને પાણી મળી રહે તે માટે ગામમાંથી નહેર પસાર થાય છે. ગામમાંથી પસાર થતી નહેર પરથી અવર જવર કરવા નાળુ બનાવાયું છે. નાળાની બન્ને બાજુ પાણીના વહન માટે મોટા ટાંકા આવેલા છે.કે બંને તરફ તંત્ર દ્વારા 30 ફૂટ ઊંડા ટાંકાને ઢાકણા મૂકી બંધ કરાયા નથી. કેટલીય વખત આના લીધે મોટી હોનારતો થતા રહી ગઈ છે.જોકે સોમવારે મોડી રાતે ભેંસ નાળા પરથી સીધી નીચે નહેરની ટાંકીમાં પડી હતી. મંગળવારે સવારે 10 થી 11 ના ગાળામાં પશુપાલકને જાણ થતા પશુપાલકે ગ્રામજનોના સહકારથી ભેંસને ભારે જેહમત ઉઠાવી જેસીબીથી બહાર કાઢવામાં આવી હતી.
પંચાયતને ફોન કર્યો તો કોઈ જવાબ ન મળ્યો
ગામના પશુપાલક વિજય મોરિયા દ્વારા આ અંગે શુકલતીર્થ ગ્રામ પંચાયતને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી. પણ ગામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા આ બાબતે કોઈ જવાબ ના મળતા આ આખરે પશુપાલકે પોતાના સ્વખર્ચે જીસીબી મંગાવી ભેંસને બહાર કાઢી હતી. ગ્રામજનોએ કોઈ બાળક કે વ્યક્તિ ભોગ બને તે પેહલા આ નહેરના ખુલ્લા ટાંકા બંધ કરે તેવી માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.