તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • In Bharuch, Water Will Not Be Available In 65 Societies For One And A Half Days From Today, Repair Work Has Been Started By Removing The Crust Of The Tank.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ભરૂચમાં આજથી દોઢ દિવસ 65 સોસાયટીમાં પાણી નહીં મળે, ટાંકીના પોપડા ઉખડતા રિપેરિંગ કામ શરૂ કરાયુ

ભરૂચ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભરૂચ શહેરના શક્તિનાથમાં વિસ્તારમાં નગરપાલીકાની 10 લાખ લીટરની સમતા ધરાવતી પાણીની ટાંકી આવેલી છે.આ ટાંકીમાંથી નગરપાલિકા વિસ્તારની અંદાજિત 65 સોસાયટીઓમાં અંદાજિત 4 હજાર નળ કનેક્શન ધારકોને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.પરંતુ આ પાણીની ટાંકીના પોપડા ઉઘડતા અને સામાન્ય લીકેજ હોવાથી તેની મરામત કરવાની જરૂરિયાત ઉભી થઈ હોય પાલિકાના વોટર વર્કસ દ્વારા તેના સમારકામની કામગીરી શરુ કરી હતી.

પાલિકા દ્વારા ટાંકીની બહારની રીપેરીંગની કામગીરી ચાલી રહી છે.પરંતુ ટાંકીના અંદરના ભાગે વોટર પ્રુફિંગ અને પ્લાસ્ટરની કામગીરી બાકી હોવાથી પાણી પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે.જેના કારણે પાલિકા દ્વારા આ ટાંકીમાંથી અપાતું પાણી શક્તિનાથ વિસ્તારમાં 4 ફેબ્રુઆરી સવારથી 5 ફેબ્રુઆરી સવાર સુધી પાણી પુરવઠો બંધ કરાશે ત્યાર બાદ કામગીરી પુરી થયા બાદ ફરીથી પાણી પુરવઠો આપી શકાશે.

કઇ સોસાયટીઓમાં પાણી પહોંચશે નહી
ભરૂચ શહેરની શક્તિ નગર, નારાયણ એસ્ટેટ, નારાયણ નગર 1,2,3,5,ધનિશ પાર્ક,સ્વસ્તિક નગર 1-2,રાજીવ આવાસ યોજના,ભારતી એક્સટેન્શન, ભારતી રો હાઉસ,ભારતી નગર,લક્ષ્મીનારાયણ સોસાયટી, મનિષાનંદ સોસાયટી, મધુરમ સોસાયટી, વિશ્વનાથ એપાર્ટમેંટ,ગીતાંજલી એપાર્ટમેંટ, વૃંદાવન એપાર્ટમેંટ, યોગેશ્વર નગર 1-2, આનંદ નગર, મહાવીર નગર,અજંતા નગર,અંબિકા નગર, સાબુગઢ સ્લમ એરિયા, ખુર્શીદ પાર્ક, માસૂમ પાર્ક, નશેમન પાર્ક, મુઝમ્મીલ પાર્ક, ફૈઝ પાર્ક, મદીના પાર્ક, મેમણ કોલોની, મોના પાર્ક,સિંધવાઈ સોસાયટી, ગીતા પાર્ક, સહિતની 65 સોસાયટીઓમાં પાણી મળી શકશે નહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો