તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભરૂચમાં જ્વલનશીલ પ્રવાહીના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા, રૂ.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાની માહિતી

ભરૂચમાં જ્વલનશીલ પ્રવાહીના મોટા જથ્થા સાથે બે ઇસમોને સી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે ઝડપી પાડ્યા છે. જેમાં પોલીસે સ્થળ પરથી 9200 લીટર પ્રવાહી, ટેન્કર તથા બોલેરો પીક અપ મળી કુલ 27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

શ્રદ્ધા પ્રિન્ટીંગ એન્ડ પ્રેસમાં દરોડ પાડ્યા હતા

ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક દ્વારા ઝાડેશ્વર ચોકડી નજીકથી જ્વલનશીલ પેટ્રોલીયમનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સી ડીવીઝન પોલીસ મથકના સુત્રોને મળેલ બાતમીના આધારે તેઓએ ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ ગજાનંદ શોપિંગ સેન્ટર ખાતે આવેલ શ્રદ્ધા પ્રિન્ટીંગ એન્ડ પ્રેસમાં દરોડ પાડ્યા હતા. જ્યાંથી તેઓને જ્વલનશીલ પેટ્રોલીયમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

વિજય પાગડાલ અને રાહુલ રૈયા નામના ઇસમોની ધરપકડ કરી

આ પેટ્રોલીયમ જેવા જ્વલનશીલ પ્રવાહીના જથ્થાનો ઉપયોગ ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી 9200 લીટર પ્રવાહી, ટેન્કર તથા બોલેરો પીક અપ મળી કુલ 27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત બે ઇસમો વિજય પાગડાલ અને રાહુલ રૈયા નામના ઇસમોની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...