ભરૂચ શહેરમાં તસ્કર ટોળકી સક્રીય બની છે. છેલ્લાં ચાર દિવસમાં જ ચોરીની ત્રણ ઘટનાઓ બનતાં લોકોમાં ફફડાંટ ફેલાયો છે. ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મહાવીર ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું એક શટર વચ્ચેથી ઉંચુ કરી તસ્કરો ગલ્લામાંથી 8થી 10 હજારની રોકડ ચોરી ગયાં હતાં.
અંક્લેશ્વર પંથકમાં છેલ્લાં કેટલાંક તસ્કરો ઉપરાછાપરી ચોરીઓની વારદાતોને અંજામ આપી રહ્યાં હતાં. દરમિયાનમાં હવે ભરૂચ શહેરમાં પણ તસ્કરો સક્રિય થયાં હોવાનું જણાઇ રહ્યું છે. છેલ્લાં ચાર દિવસમાં ત્રણવાર શહેરના અલગ અલગ વિસ્તારમાં ચોરીની ઘટના સમયે આવી છે. શહેરના સ્ટેશન રોડ પર બે ચોરીની ઘટના બાદ આજે મંગળવારે ભરૂચ જીઆઇડીસીમાં આવેલી મહાવીર ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનમાં પણ તસ્કરોએ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
મહાવીર ઇન્ડસ્ટ્રીસ દુકાનના સંચાલકો અનિલ તાપડીયા તેમજ સંદીપ તાપડીયા દુકાને પહોંચ્યાં બાદ તેમને જાણ થઇ હતી કે, તેમના ગલ્લામાંથી રૂપિયાની ચોરી થઇ છે. જેથી તેમણે દુકાનના સીસીટીવી ફૂટેજ તપાસતાં રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ તસ્કરોએ તેમનું એક શટર ઉંચુ કરી તે પૈકીના એક તસ્કરે દુકાનમાં પ્રવેશી ચોરી કર્યાનું જણાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.