નજીવી બાબતે મારામારી:ભરૂચમાં બાઈકનો હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ યુવાનને માર માર્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચના કતોપર દરવાજા પાસે એક દુકાન નજીક હોર્ન વગાડવા બાબતે ત્રણ ઈસમોએ એક યુવાનને માર માર્યો હતો. જેને લઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
​​​​​​​અપશબ્દો બોલી ધમકી પણ આપી
​​​​​​​
ભરૂચના જુમ્મા મસ્જિદ પાસે હાજીપીર કિરમાની પાસે રહેતો મહંમદ અનસ અબ્દુલ રકીબ શેખ પોતાની બાઈક લઇ વસંતમિલના ઢાળ પાસે તેના પિતાને લેવા ગયો હતો. તે દરમિયાન કતોપર દરવાજા પાસે સોડાની દુકાન નજીક કોઠી રોડ તરફથી બાઈક પર ટ્રિપલ સીટ આવતા સની ચાલુ ગાડી ઉપર ફોન પર વાત કરતો હતો, જેનું માર્ગ ઉપર ધ્યાન નહી હોવાથી અનસ શેખે હોર્ન વગાડતા શનિ અને તેના મિત્રો અચાનક ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો ઉચ્ચારી માર માર્યો હતો. તેમજ ધમકી આપી જતા રહ્યા હતા. ત્યારે આ મારામારી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...