• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, Three Members Of A Gang Snatching Jewelery And Money By Tricking Passengers Into Talking, A Total Of Rs. Muddamal Of Rs 4.59 Lakh Seized

ચીલઝડપનો ભેદ ઉકેલાયો:ભરૂચમાં મુસાફરોને વાતોમાં ભોળવી ઘરેણાં-પૈસા આંચકી લેતી ગેંગના ત્રણ સાગરીતો ઝબ્બે, કુલ રૂ. 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢ્યો
  • ગેંગના રીક્ષા ચાલક, મહિલા અને સોનીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ એ ડિવિઝન પોલીસે રિક્ષામાં મુસાફરોને લિફ્ટ આપી વાતોમાં ભોળવી ચીલ ઝડપ કરતી ગેંગના રીક્ષા ચાલક, મહિલા અને સોનીને ઝડપી પાડી 4.59 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાતોમાં ભોળવી રિક્ષામાં બેસાડી ચીલઝડપ આચરી

ગત તારીખ 23મી એપ્રિલના રોજ ભરૂચની આઈ.સી.આઈ.સી. બેંક પાસેથી રાજ જ્વેલર્સની સામે રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી મહિલાએ બાઈક સવાર મહિલાઓને પૈડું હલતું હોવાનું કહી રિક્ષામાં લિફ્ટ આપી તેઓને વાતોમાં ભોળવી સોનાના ઘરેણાં મળી 99 હજારની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા. ચીલઝડપ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

કુલ રૂ. 4.59 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

આ દરમિયાન પોલીસે બાતમીના આધારે મૂળ કોસંબાના આલીડિંગીવાડમાં રહેતો રિક્ષા ચાલક મોહંમદ અસ્પાક મોહંમદ અબ્બાસ શેખ અને શાહીન યાસીન શેખ તેમજ ચોરીનું સોનુ ખરીદનાર ભરત સોનીને ઝડપી પાડ્યો હતો પોલીસે ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ભરૂચમાં ત્રણ અને સુરતમાં મળી 5 લોકો પાસેથી ચીલ ઝડપ કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે રીક્ષા અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 4.59 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...