તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ભરૂચમાં બેંકના મેનેજર સહીત ત્રણ કર્મીઓ કોરોના પોઝિટિવ

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જિલ્લામાં બુધવારે 02 કેસ નોંધતા કુલ આંક 3652 પર પહોંચ્યો
 • શક્તિનાની બ્રાન્ચ સેનિટાઇઝર કરીને ચાલુ રાખતા લોકોમાં ભય

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીના કેસોમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે.જિલ્લામાં રોજના માત્ર એક અથવા એક પણ કેસ નહીં નોંધતા આરોગ્ય વિભાગ અને તંત્રએ રાહતની શ્વાશ લીધો છે.જેના કારણે જિલ્લાના લોકોમાં છૂટછાટથી ફરતા જ્યાં જોવો ત્યાં નજરે પડે છે.લગ્ન પ્રસંગ હોય કે રાજકીય પાર્ટીઓના પ્રસાર પ્રસાર લોકોના ટોળે ટોળા દેખાતા હોય છે.જેના કારણે કોરોનાનો પ્રકોપ વધતો હોવાનું જાણવા મળી રહ્યું છે.ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આવેલી છે.જેમાં ફરજ બજવતાં બેંક મેનેજર સહીત ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવતા ખાતેદારોમાં ખળભળાટ મચી ગયો છે.

બેંકના ચારેય કર્મચારીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બેંક હોય કે સરકારી કચેરીઓ હમેશા લોકોના કામોના કારણે ધમધમતી હોય છે. ત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર સહીત ત્રણ કર્મીઓ પોઝિટીવ આવતા તેમના સંપર્કમાં આવેલા લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

જોકે બેંકના સંચાલકો દ્વારા બ્રાન્ચને સેનિટાઈઝર કરીને ચાલુ રાખવામાં આવી હતી.જેના કારણે કામગિરી માટે આવતા ખાતેદારોને ભય સતાવી રહ્યો છે. ત્યારે વહીવટીતંત્ર કોરોના અંગેની ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરાવે તે જરૂરી છે. જયારે જિલ્લામાં બુધવારના રોજ સરકારી આંકડા મુજબ માત્ર 02 જ કોરોના કેશ નોંધાતા કુલ આંક 3652 ઉપર પહોંચ્યો છે.હાલમાં જિલ્લામાં કુલ 05 એક્ટીવ કેસો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો