તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, The Youth Who Joined Through Social Media Did A Lot Of Service During The Koro Era, Forming An Organization From The Group.

સેવાકાર્ય:ભરૂચમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા યુવાનોએ કોરોના કાળમાં અનેક સેવા કરી, ગૃપમાંથી સંગઠનની રચના કરી

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા થકી ભેગા થયેલા યુવાનોએ સમર્પણ સંગઠનની રચના કરી

કોરોનાકાળમાં દરેક સેવાભાવી સંસ્થાઓ કોવિડ સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે. કોરોનાની બીજી લહેરમાં ભરૂચ શહેર અને જિલ્લામાં અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમ થકી જોડાયેલા યુવાનોએ અત્યાર સુધી જરૂરિયાતમંદોને અનેક સેવાઓ પૂરી પાડી છે. જેમાં બ્લડ, કોવિડ સંક્રમિત માટે ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ઓક્સિજન, બાયપેપ મશીન અને હોસ્પિટલોમાં કોવિડ દર્દીને બેડની વ્યવસ્થાઓની વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી છે.

સોશિયલ મીડિયાના માધ્યમ થકી વિવિધ પ્રકારની સેવાઓ પુરી પાડતા સેવાભાવી યુવાનોએ સેવાકીય કાર્યને વધુ વેગ આપવા આજે તમામ ગ્રુપને વિલીનકરણ કરી સમર્પણ સંગઠનની રચના કરવામાં આવી હતી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના મુખ્ય ચેરમેન તરીકે વિકાસ કાયસ્થ, જ્યારે પ્રમુખ તરીકે પ્રેમ ચદ્દરવાલાની નિમણુક કરવામાં આવી હતી.

સમર્પણ સંગઠનની રચના અને વિવિધ સેવાકાર્યની માહિતી આપવા આજે જેબી મોદી પાર્ક પાસે આવેલા પાંજરાપોળ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના આગામી આયોજનો અને કોરોનાની ત્રીજી લહેરમાં યુવાનોની તૈયારીની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...