તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:ભરૂચમાં બીજા દિવસે પણ ઠંડીનો કહેર યથાવત્ : તાપમાન 10 ડિગ્રી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ઠંડા પવનો ફૂકાતા લોકોએ ઘરમાં હીટર-તાપાણીનો સહારો
 • ઠંડીનું જોર ઘટશે, આજે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાઇ શકે

દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ છે. સોમવારે સિઝનનો સૌથી ઠંડા દિવસ સાથે લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સે. નોંધાયુ હતુ. મંગળવારે ન્યૂનત તાપમાનમાં 1 ડિગ્રી સે.નો વધારો થઇને 10 ડિગ્રી સે. નોંધાયુ હતું. પવનની સરેરાશ ગતિ સોમવાર કરતાં 1 કિમી પ્રતિકલાક વધીને 8.8 કિલોમીટર પ્રતિકલાક નોંધાયો હતો. જોકે મંગળવારે ઠંડીનું જોર ઘટ્યુ હતુ. આજે પણ તાપમાન 11 ડિગ્રી નોંધાઇ શકે છે. જોકે મકરસંક્રાતિ જેમ નજીક આવશે તેમ પવનની ગતિમાં સામાન્ય વધારો નોધાશે. ઠંડીમાં વધારાને કારણે હવે લોકોની સાથે પશુઓ પણ તાપણાનો સહારો લઇ રહ્યા છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે 15 ડિગ્રી સે. નોં તફાવત નોંધાયો હતો. આગામી દિવસોમાં રાત્રી-દિવસ વચ્ચેના તાપમાનના તફાવતમાં ઘટાડો થશે ત્યારે ઠંડીનો ચમકારો વધશે.

ભરૂચમાં મંગળવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સે. અને લઘુત્તમ 10 ડિગ્રી નોંધાયુ હતુ. પદનની સરેરાશ ગતિ 8.8 કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 25થી 17 ટકા નોંધાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો