કોરોનાકાળના બે વર્ષે લોકોના જીવન પર ભારે અસર પાડી હતી. તેમાંય વિદ્યાર્થી જીવન પર તેની સૌથી વધુ અસર સાથે શૈક્ષણિક પ્રણાલીમાં જ બદલાવી આવી ગયો હતો. ઓનલાઇન ક્લાસીસના માધ્યમથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યું હતું. જેના કારણે છાત્રોની ભણતરથી પદ્ધતિ જ બદલાઇ ગઇ હતી. જેથી એક તબક્કે બોર્ડની પરીક્ષા આપી રહેલાં વિદ્યાર્થીઓના પરિવારજનો પણ પોતાના બાળકોના પરીણામમાં ઉણપ આવે તેવી ભિતી સેવી રહ્યાં હતાં. દરમિયાનમાં ધો. 12 વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરીણામ એકંદરે સારૂ આવ્યાં બાદ આજે ધોરણ 10ના પરીણામની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી.
સોમવારે સવારે ધો. 10નું પરીણામ ઓનલાઇન જાહેર થઇ ગયું હતું. જેમાં ભરૂચ જિલ્લાનું 64.44 જ્યારે નર્મદા જિલ્લાનુું 54.13 ટકા પરીણામ આવ્યું હતું. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મોબાઇલમાં પરીણામ જોવામાં જોતરાઇ ગયાં હતાં. ભરૂચ જિલ્લામાં કુલ 19515 વિદ્યાર્થીઓ નોંધાયાં હતાં. જે પૈકી 19344 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતાં તે પૈકીના 214 છાત્રોનો A-1 ગ્રેડ, 1061 વિદ્યાર્થીઓનો A-2 ગ્રેડ, 2011નો B-1, 3237નો B-2, 3639નો C-1, 2192નો C-2 અને 157 વિદ્યાર્થીઓનો D ગ્રેડ આવ્યો હતો.
જિલ્લામાં બે દિવ્યાંગ બાળકો પણ કૃપા ગુણથી ઉત્તીર્ણ થયા હતા. જ્યારે એક વિષયમાં 3654 અને બે વિષયમાં 3182 છાત્રો નાપાસ થયા છે. જ્યારે નર્મદા જિલ્લામાં નોંધાયેલાં 7383 છાત્રો પૈકી 7231 છાત્રોએ પરીક્ષા આપતાં તે પૈકીના 16 એ-1 ગ્રેડમાં, એે-2 ગ્રેડમાં 152, બી-1 ગ્રેડમાં 537, બી-2 ગ્રેડમાં 1129, સી-1 ગ્રેડમાં 1615, સી-2 ગ્રેડમાં 998 વિદ્યાર્થીઓએ મેળવ્યો હતો. જ્યારે એક વિષયમાં 1238 અને બે વિષયમાં 1480 વિદ્યાર્થીઓ નાપાસ થયાં હતાં.
7 વર્ષના આંકડા
વર્ષ | ટકા |
2016 | 64.2 |
2017 | 69.71 |
2018 | 70 |
2019 | 66.24 |
2020 | 54.13 |
2021 | માસ પ્રમોશન |
2022 | 64.66 |
ભરૂચમાં 12 જ્યારે નર્મદામાં 7 શાળાઓનું પરિણામ 100 ટકા
બોર્ડની પરીક્ષાની પરીણામલક્ષી માહિતીમાં જણાયું હતું કે, ભરૂચ જીલ્લામાં ગત વર્ષ 2020ની પરીક્ષામાં 9 શાળાઓના 100 ટકા પરીણામ આવ્યાં હતાં. જેની સરખામણીમાં આ વખતે 3ના વધારા સાથે 100 ટકા પરીણામવાળી શાળાની સંખ્યા 12 થઇ હતી. નર્મદા જિલ્લામાં પણ 2020માં 9 શાળાઓનું 100 ટકા પરીણામ હતું. જેની સામે આ વર્ષે માત્ર 7 શાળાઓએ જ 100 ટકા પરીણામની સિદ્ધી હાંસલ કરી હતી.
બીજાને ખુશી આપવા માટે તબીબ બનવું છે
કોરોનાના કારણે પહેલાં થોડો ડર લાગ્યો હતો પણ મકકમતાથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. મારા વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 ગુણ આવ્યાં છે. ભવિષ્યમાં હું તબીબ અને ખાસ કરીને સર્જન બનવા માંગું છું. બીજાને ખુશી આપવા માટે સર્જન બનવાનું મે પસંદ કર્યું છે. > અશ્વિની મોદી, છાત્રા
ગણિત મારો પ્રિય વિષય છે અને મે 99 માર્કસ મેળવ્યાં છે
હું રોજના 10 કલાકનું વાંચન કરતી હતી. વાંચનની સાથે ટીવી જોવા સહિતની પ્રવૃતિઓ પણ ચાલુ રાખી હતી. કોરોનાકાળમાં પણ અભ્યાસ ઉપર કોઇ અસર પડી ન હતી. મારો પ્રિય વિષય ગણિત છે અને તેમાં મને 99 માર્કસ મળ્યાં છે. હવે આગળ અભ્યાસ કરી મારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે. > વિદિતા ભરૂચા, છાત્રા
ભરૂચ જિલ્લામાં થવા કેન્દ્રનું સૌથી વધુ 80.48 ટકા પરિણામ
ભરૂચ જિલ્લામાં કુલ 32 કેન્દ્રો પર પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં થવા કેન્દ્રનું સૌથી વધુ 80.48 ટકા પરીણામ નોંધાયું હતું. જ્યારે જિલ્લાનું સૌથી ઓછું રાજપારડી કેન્દ્રનું 25.12 ટકા પરીણામ આવ્યું હતું.
ભરૂચમાં 12 જ્યારે નર્મદામાં 7 શાળાઓનું પરિણામ 100 ટકા
બોર્ડની પરીક્ષાની પરીણામલક્ષી માહિતીમાં જણાયું હતું કે, ભરૂચ જીલ્લામાં ગત વર્ષ 2020ની પરીક્ષામાં 9 શાળાઓના 100 ટકા પરીણામ આવ્યાં હતાં. જેની સરખામણીમાં આ વખતે 3ના વધારા સાથે 100 ટકા પરીણામવાળી શાળાની સંખ્યા 12 થઇ હતી. નર્મદા જિલ્લામાં પણ 2020માં 9 શાળાઓનું 100 ટકા પરીણામ હતું. જેની સામે આ વર્ષે માત્ર 7 શાળાઓએ જ 100 ટકા પરીણામની સિદ્ધી હાંસલ કરી હતી.
0 ટકા પરિણામવાળી નર્મદામાં 2 શાળા, ભરૂચમાં એકપણ નહીં
ભરૂચ - નર્મદા જિલ્લાના પરીણામમાં એકંદરે સુધારો નોંધાયો છે. ગત વર્ષ 2020માં લેવાયેલી પરીક્ષા સાથેની સરખામણી કરતાં વિગતો મળી હતી કે, ભરૂચ જિલ્લામાં ગત પરીક્ષામાં બે શાળાઓના 0 ટકા પરીણામ આવ્યાં હતાં. જ્યારે આ વર્ષે એક પણ શાળા 0 ટકામાં નોંધાઇ ન હતી. બીજી તરફ નર્મદા જિલ્લામાં ગત પરીક્ષામાં એક પણ શાળા 0 ટકામાં આવી ન હતી. જ્યારે આ વખતે બે શાળાનું પરીણામ 0 ટકા નોંધાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.