• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, The Former BJP District President Filed A Petition Seeking Compensation, Alleging That Some Areas Were Excluded From The Survey Of Crop Damage.

રજૂઆત:ભરૂચમાં ખેતી પાકમાં થયેલા નુકસાનીના સર્વેમાંથી કેટલાક વિસ્તારને બાકાત રખાયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે રજૂઆત કરી વળતરની માંગ કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીયા સહિતના તાલુકાના ખેડૂતોને નુકસાનીના સર્વેમાથી બાકાત રખાતા ખેડૂતોમાં રોષ
  • ભરુચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે પ્રભારી-કૃષિ મંત્રીને રજૂઆત કરી

વાલીયા અને ઝઘડીયા સહિત નેત્રંગ તાલુકામાં ખેતીમાં થયેલા નુકસાનીને લઈ કરવામાં આવેલા સર્વેમાંથી બાકાત રખાયા હોવાના આક્ષેપ સાથે ભરુચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે પ્રભારી-કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.

વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં ચોમાસાની સિઝનના પ્રારંભ સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. મેધરાજાનું આગમન થતાં ખેડૂતોએ સોયાબીન, કપાસ, શેરડી જેવા પાકનું વાવેતર કર્યું હતું. જે બાદ મેઘરાજા ગાયબ થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો બંધાયા હતા. જે બાદ સપ્ટેમ્બર માસમાં એકાએક ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ખેતીમાં વાવણી કરેલા પાકને ભારે નુકસાન પહોચ્યું હતું.

આ બાબતે ગાંધીનગર ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરૂચ જિલ્લાના વાગરા, હાંસોટ, અંકલેશ્વર, આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકામાં વરસાદી પાણીથી થયેલા નુકસાન બાબતે સર્વેની કામગીરી હાથ ધરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હતી અને 27 ઓક્ટોબર સુધી રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આ સર્વેની કામગીરીમાં ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમા આવેલા વાલીયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને બાકાત રખાતા ખેડુતોમાં રોષ ફેલાયો હતો. આ બાબતે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને વાલિયા તાલુકાનાં સોડગામના વતની બળવંતસિંહ ગોહિલે જિલ્લા પ્રભારી અને મંત્રી-કૃષિ મંત્રીને રજૂઆત કરી વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં પણ સર્વેની કામગીરી હાથ ધરી ખેડૂતોને નુકસાનીનું વળતરની ચુકવણી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...