ભરૂચ શહેરના વેજલપુર નિઝામવાડી વિસ્તારમાં રહેતો એક પરિવાર તેમના મકાનના નિચેના ભાગના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા જતાં હોય છે. તેમના સંતાનો તેમની સાસરીમાં ગયાં હોઇ તેઓ નીચેના રૂમમાં સુઇ ગયાં હતાં. દરમિયાનમાં તસ્કરોએ રાત્રીના સમયગાળામાં તેમના મકાનના ઉપરના માળે મારેલું તાળું તોડી ઘરમાંથી સોનાચાંદીના દાગીના મળી કુલ 1.48 લાખની ચોરી કરી ગયાં હતાં.
બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના વેજલપુર નિઝામવાડી ખાતે રહેતાં સંજય મણીલાલ મિસ્ત્રી અંક્લેશ્વરમાં આવેલી બેઇલ કંપનીમાં ફાયર એન્ડ સેફ્ટી વિભાગમાં નોકરી કરે છે. તેઓનું બે માળનું મકાન હોઇ તેઓ નીચેના રૂમને તાળું મારી ઉપરના માળે સુવા જતાં હતાં.જોકે તેમની બે પુત્રી તમના સાસરીમાં ગઇ હોઇ તેઓએ ઉપરના રૂમને તાળું મારી નીચેના રૂમમાં સુઇ ગયાં હતાં.
અરસામાં તસ્કરોએ રાત્રીના સમયગાળામાં તેમના ઉપરના માળે આવેલાં રૂમનું તાળું તોડી ઘરમાંથી તમામ સામાન વેરવિખેર કરી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 38 હજાર મળી કુલ 1.48 લાખની ચોરી કરી રફૂચક્કર થઇ ગયાં હતાં. અરસામાં તેઓ સવારના સમયે કપડાં લેવા માટ ઉપરના માળે આવેલાં રૂમમાં જતાં રૂમના દરવાજાનું તાળું તુટેલું તેમજ ઘરમાં તમામ સામાન વેરવિખેર હોઇ ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ગુનો નોંધી આરોપીઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.