વિઘ્નહર્તાની આરતી:ભરૂચમાં કસક ઘરડા ઘરના વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી, મનમૂકીને ગરબાની રમઝટ માણી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પરિવારે તરછોડલા કે અન્ય કોઈ કારણોસર ભરૂચ કસક સ્થિત ઘરડા ઘરમાં રહેતા વડીલો માટે શહેરના સિંધવાઈ ગણેશ યુવક મંડળે બુધવારે વિશેષ આયોજન કર્યું હતું. ગણેશોત્સવમાં વિઘ્નહર્તાની આરતીનો લ્હાવો ભરૂચ ઘરડા ઘરના 30થી વધુ વૃદ્ધોને મળતા તેઓની ખુશીનો પાર રહ્યો ન હતો. સગાઓ અને સંતાનોએ આ વૃદ્ધોને એક યા બીજા કારણોસર છોડી દીધા છે પણ સિંધવાઈ ગણેશ યુવક મંડળે તેમની કાળજી લઈ માન સન્માન આપતા આ વડીલો ખુશીના માર્યા ગદગદ થઈ ગયા હતા. ઘરડા ઘરના 30 વડીલોએ વિઘ્નહર્તાની આરતી ઉતારી હતી. તેઓ માટે ખાસ ગરબાનો કાર્યક્રમ પણ આયોજિત કરાયો હતો. જેમાં વર્ષો બાદ આ વૃધ્ધો મનભરીને ગરબે ઘૂમ્યા હતા. સાથે જ તેમની આગતા સ્વાગતા કરી ખાસ માન સન્માન સાથે તેમના ખાનપાનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડીલોને માન સન્માન આપ્યું
સાચું સુખ અને સ્વર્ગ માતા-પિતાની સેવામાં અને તેમના ચરણોમાં જ રહ્યું હોવાનું જેમ ગણેશજીએ શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરી સૂચવ્યું હતું તેમ આ સિંધવાઈ ગણેશ મંડળે વડીલોને માન સન્માન આપી અનોખી રીતે ઉત્સવની ઉજવણી તેમની સાથે કરી વિભક્ત થતા સમાજ અને માં-બાપ ને તરછોડતા સંતાનોને સંદેશો આપ્યો હતો, કે પરમ સુખ માતા-પિતા, વડીલોના આશ્રયમાં તેમની સાથે રહેવામાં જ સમાયેલું છે.

અન્ય સમાચારો પણ છે...