તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ભરૂચમાં પુત્રવધુએ સાસુની રૂ. 11 લાખની ફિક્સ ડિપોઝીટ ચોરી નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુની સાથે 15 વર્ષથી રહેતા 95 વર્ષના ફોઈ મૃત્યુ પામતા તેમની 4 FD પૈકી 1 ઘરમાંથી ચોરી
  • વહુએ પોતાના 8 વર્ષના માઇનોર પુત્રનું એકાઉન્ટ ખોલાવવાના બહાને સહીઓ કરાવી છેતરપિંડી આચરી
  • સાસુએ વહુ અને વેવાણ સહિત 4 આરોપીઓ સામે FD ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી

ભરૂચમાં પુત્રવધુએ સાસુની ફોઈની ફિક્સ ડિપોઝીટ ઘરમાંથી ચોરી રૂ. 11 લાખ પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવી લઈ રૂ. 3.45 લાખ વાપરી નાખ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સાસુએ વહુ, વેવણ સહિત 4 આરોપી સામે FD ચોરી અને ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ભરૂચ લિંક રોડ ઉપર પંડિત દીનદયાળ નગરમાં ચંપાબેન સીમરીયાવાલા રહે છે. જેઓની સાથે તેમના 95 વર્ષના ફોઈ રૂક્ષ્મણીબેન મહેતા છેલ્લા 15 વર્ષથી રહેતા હતા. ફોઈના કોઈ વારસદાર નહિ હોવાથી તેઓની બચતની 4 ફિક્સ ડિપોઝીટ બન્નેના સંયુક્ત નામે હતી.

ગત 3 જુલાઈએ ચંપાબેનના ફોઈ રૂક્ષ્મણીબેન ગુજરી ગયા હતા. તેઓની 15 જુલાઈએ તેરમાની વિધિ હતી. જેમાં ચંપાબેનની ભોલાવ શિખર બંગલોઝમાં રહેતી પુત્રવધુ ભારતીબેન ગાંધીએ એક ફિક્સ ડિપોઝીટ ચોરી લીધી હતી. તેરમાના દિવસે વહુ ભારતીબેન સાસુને બેંક ઓફ બરોડામાં પોતાના 8 વર્ષના દીકરા નક્ષનું એકાઉન્ટ ખોલાવવાના બહાને લઈ ગયા હતા. સાસુની 3 જગ્યાએ સહીઓ કરાવી લઈ એફ.ડી.ના રૂ.11 લાખ પોતાના પ્રાઇવેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

એક મહિના બાદ 12 ઓગસ્ટ એ સાસુ ચંપાબેનને વહુના કારસ્તાનની ખબર પડી હતી. પુત્રવધુએ 11 લાખમાંથી રૂ. 3.45 લાખ ઉપાડી વાપરી પણ નાખ્યા હતા. વહુએ તેની માતા રાધાબેન સતી, મનીષાબેન ભરવાડ અને કનુભાઈ ભરવાડ સાથે મળી ઘરમાંથી જ ફિક્સ ડિપોઝીટની ચોરી અને છેતરપિંડી કરી રૂ. 11 લાખની કરેલી ઠગાઈમાં સાસુએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...