તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુન: ઠંડીનો ચમકારો:ભરૂચમાં15 કિ.મી.ની ઝડપે ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો

ભરૂચ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રીનું તાપમાન ઘટીને 13 ડિગ્રી પર પહોંચ્યું
 • આગામી 3 દિવસ ઠંડીની અસર રહેવાની શક્યતા

ભરૂચ શહેર જિલ્લામાં પુન: ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ઉત્તરભારતમાં થઇ રહેલી હિમવર્ષાને કારણે ભરૂચ જિલ્લામાં ઠંડા ઉત્તરિય પવનો ફુંકાવાને કારણે જિલ્લામાં ઠંડીની અસર વર્તાઇ રહી છે. જિલ્લામાં આજે મહત્તમ તાપમાન 28 ડિગ્રી જ્યરો ન્યુનતમ તાપમાન 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. આગામી 3 દિવસ પણ જિલ્લામાં ઠંડીનું મોજુ રહેશેે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે.

ઉત્તરભારતમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ભરૂચ શહેર જિલ્લામાં અનુભવાઇ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં ગઇકાલે સાંજથી વેગીલા પવનો શરૂ થયાં છે. તેમાંય ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનથી ભરૂચ શહેર - જિલ્લામાંથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. રાત્રીના તાપમાનની સાથે સાથે દિવસના તાપમાનમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે જિલ્લામાં 15 કિમીની ઝડપે ફુંકાતાં તપમાનનો પારો ઘટીને 28 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. બીજી તરફ રાત્રીનું તાપમાન પણ માત્ર 13 ડિગ્રી જેટલું નોંધાયું હતું. આગામી સપ્તાહમાં પણ જિલ્લામાં સતત ભારે પવનો ફુંકાશે તેમજ ઠંડીનો પારો પણ 11થી 13 ડિગ્રી વચ્ચે રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે ગત સપ્તાહમાં ભરૂચ શહેર જિલ્લામાં તાપમાનનો પારો ઊંચે ચઢતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો હતો. જેના પગલે લોકોએ ગરમ વસ્ત્રો અભરાઇ ચઢાવી દીધા હતા. જોકે શુક્રવારે પુન: ભારે પવન સાથે ઠંડીનો ચમકારો થતા જિલ્લાવાસીઓએ ફરીથી ગરમવસ્ત્રોને સહારો લેવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો