• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch, The Buying Situation Of Materials Related To Holi Dhuleti Festival, Including Coriander, Dates, Is Still Soft, Traders Hope For Customers

ધાણી ખજૂરના વેપારીઓને વેપારની આશા:ભરુચમાં હોળી ધુળેટી પર્વની સાથે સંકળાયેલા ધાણી, ખજૂર, સહિતની સામગ્રીની ખરીદીનો માહોલ હજુ નરમ, વેપારીઓને ગ્રાહકોની આશા

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની સાથે વિવિધ વાનગીઓ, ખાદ્ય પદાર્થો અતૂટ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે જેના વગર આ તહેવારોની ઉજવણીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. રંગોના તહેવાર હોળી ધુળેટીના તહેવારોમાં ધાણી, ખજૂર, સેવ, સહિતના ખાદ્ય પદાર્થોનું અનેરું મહત્વ રહેલું છે.ખજુર,ધાણી,સેવ, દાળીયા સહિત ના હંગામી સ્ટોલ શકિતનાથ,લિંક રોડ,મકતમપુર, ઝાડેશ્વર રોડ વિગેરે લાગી ચૂક્યા છે.આ વર્ષે ગત વર્ષ જેટલા જ ભાવ લગભગ જોવા મળી રહ્યા છે. ધાણી 60થી 80 રૂપિયામાં 500 ગ્રામ તો અન્યના ભાવ પણ યથાવત જેવા છે પણ હજુ જોઈએ તેવી ઘરાકી જોવા મળી રહી નથી.જેના કારણે વેપારીઓના લલાટે ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે પણ અંતિમ બે દિવસમાં ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...