તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરો માહોલ:ભરૂચમાં ભોઈ સમાજે પરંપરાગત છડી નચાવી, દર્શન માટે લોકો ઉમટી પડ્યાં

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોનેરી મહેલ ખાતે સવારે છડીનું વિધિવત પૂજન અર્ચન કરાયું
  • કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી આઠમનો મેળો રદ

ભરૂચના સોનેરી મહેલ ખાતે સવારે ભોઈ સમાજ દ્વારા છડીનું વિધિવત પૂજન અર્ચન કરાયું હતું. બાદમાં જનમેદની વચ્ચે છડીને નચાવતા અનેરો માહોલ સર્જાયો હતો. પ્રતિવર્ષ આ સાતમના દિવસથી પરંપરાગત મેઘરાજાના મેળાનો પ્રારંભ થતો હોય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે આ મેળો રદ કરવામાં આવ્યો છે. રવિવારે માત્ર ઝડી નચાવી ઉત્સવને વધાવાયો હતો.

ભરૂચ શહેરમા શ્રાવણમાસમાં સાતમથી દશમ સુધી ભોઇ જ્ઞાતિ દ્વારા સૈકાઓથી ઉજવાતાં છડીનોમ અને મેઘરાજાનાં ઉત્સવ - લોકમેળાનો આજે બુધવારથી રંગેચંગે પ્રારંભ થયો હતો. સમગ્ર ગુજરાતમાં માત્ર ભરૂચ શહેરમાં જ ઉજવાતા છડી અને મેઘરાજાનાં ઉત્સવ - મેળામાં રાજ્યભરમાંથી માનવ મહેરામણ ઉમટી પડી છે જે છેલ્લા બે વર્ષથી બંધ કરી દેવાયું છે. જોકે, મેઘરાજાની પ્રતિમાની સ્થાપનાની પરંપરા જળવાઈ રહેતાં તેના દર્શન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...