ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા લખીગામના તલાટી કમ મંત્રીનું ATM કાર્ડ બદલી ગઠિયાએ સોનાની ખરીદી કરી 1.05 લાખથી વધુની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ATMની પિન જનરેટ કરવા ગયા હતા
પ્રવિણસિંહ ફતેસિંહ રણા હાલ વાગરા તાલુકાના લખીગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. જેઓ ગત તારીખ પહેલી જૂનના રોજ SBI બેન્કનું ATM કાર્ડ લઇ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ સ્થિત બેન્કના ATMમાં પિન નંબર જનરેટ કરવા ગયા હતા. તે દરમિયાન OTP નહિં આવતા તેઓ ત્યાંથી નીકળી ઘરે આવી ગયા હતા. ઘરે આવ્યા બાદ તેમના મોબાઈલ ફોન ઉપર મેસેજ આવતા પ્રથમ 9 હજાર 500 અને ત્યાર બાદ વૈભવ જવેલર્સમાંથી ખરીદી કરી હોવાનું માલુમ પડતા તેઓ જવેલર્સની દુકાને દોડી ગયા હતા, જ્યાં તેઓએ તપાસ કરતા એક ઈસમે સોનાના સિક્કાની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
સોનુ ખરીદ્યા બાદ 1.05 લાખ રોકડા પણ ચાઉ કર્યા
ગઠીયાએ સોનાની ખરીદી બાદ 1.05 લાખ પણ ઉપાડ્યા હતાં. ત્યારબાદ પ્રવિણસિંહ રાણાએ ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.