તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં કોવિડ સ્મશાનમાં સાત મૃતદેહની અંતિમ વિધિ કરાઇ

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં કોરોનાનો કાળો કહેર - Divya Bhaskar
ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં કોરોનાનો કાળો કહેર
 • ભરૂચ અને અંકલેશ્વર તાલુકો કોરોના હોટસ્પોટ બન્યો
 • ગુરૂવારે 29 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ જિલ્લો કોરોનાનું હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યો છે. કોરોના સંક્ર્મીતોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. ત્યારે જિલ્લાવાસીઓએ એલર્ટ થઇ જવાની જરૂર છે. ભરૂચ જિલ્લામાં કોરોનાનો સાચો આંકડો તંત્ર બહાર નથી પાડી રહ્યું, પરંતુ કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહોના આંકડા કોરોનાની ગંભીરતા દર્શાવી રહ્યા છે. કોવીડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં સાત વ્યક્તિઓના મૃતદેહો આવતા સ્મશાનના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે જિલ્લાવાસીઓએ જાતે જ કાળજી રાખવાની જરૂર છે.

કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહોના આંકડા કોરોનાની ગંભીરતા દર્શાવી
કોવિડ સ્મશાનમાં આવતા મૃતદેહોના આંકડા કોરોનાની ગંભીરતા દર્શાવી

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનો ભારે વિસ્ફોટ થયો છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકા હોટસ્પોટ કોરોના વધુ વકરી રહ્યો છે. આંકડાકીય વિશ્લેષણ જોઇએ તો તા. 27/3ના રોજ જિલ્લામાં 22 કોરોના પોઝિટિવ કેસ જણાયા હતા, જે પૈકી 20 કોરોના પોઝિટિવ દર્દીઓ માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં જણાયા હતા. જ્યારે તા 28/3ના રોજ 19 પોઝિટિવ કેસ જણાયા હતા, જે પૈકી 14 કોરોના પોઝિટિવ દર્દી ભરૂચ અને અંકલેશ્વરમાં હતા.

જ્યારે તા 29/3ના રોજ કુલ 17 માંથી 14 ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં, તા 30/3 ના રોજ ભરૂચ જિલ્લામાં 26 પોઝિટિવ જણાયા હતા જે પૈકી 22 કોરોના કેસ માત્ર ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં હતા. તો ગઇકાલે 01/4ના રોજ કુલ 29 કોરોના પોઝિટિવ દર્દી પૈકી 27 ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં જણાયા હતા. આમ ભરૂચ જિલ્લાના નવ તાલુકા પૈકી જો માત્ર બે તાલુકા ભરૂચ અને અંકલેશ્વરમાં જ કોરોના હોટસ્પોટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો