લોકાર્પણ:ભરૂચમાં રૂ. 82 લાખના ખર્ચે નિર્માણ પામેલા પેવર બ્લોક માર્ગનું લોકાર્પણ કરાયું

ભરૂચ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરાઇ

આજે ભરૂચના ભોવ વિસ્તારમાં આવેલા જ્યોતિનગરથી નર્મદા કોલોની સુધીના નવ નિર્મિત પેવર બ્લોક માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરકારની નોન પ્લાન રસ્તાની ગ્રાન્ટમાંથી રૂ.82 લાખના ખર્ચે નિર્માણ પામેલા પેવર બ્લોકનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રીબીન કટિંગ કરી લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે જીલ્લા ભાજપના પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, નગર પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પંચાયત બાંધ કામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉલેખનીય છે કે, આ માર્ગ ભરૂચનો સૌ પ્રથમ પેવર બ્લોક માર્ગ છે જેના બનવાથી વિસ્તારની શોભામાં અભિવ્રુધી સાથે વાહનચાલકોને સગવડનો અનુભવ થશે.

અન્ય સમાચારો પણ છે...