પેટ્રોલના ભાવની સદી:ભરૂચમાં પેટ્રોલના ભાવે સદી વટાવતા નવરાત્રિ ટાણે પ્રજાને મોંઘવારીનો ફટકો, ડીઝલ પણ સેન્ચુરી નજીક પહોંચ્યું

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 100.21 થયો

ભરૂચ જિલ્લામાં નવરાત્રીના તહેવારો સમયે જ બુધવારે પેહલી વાર પેટ્રોલ સદી વટાવી ભાવ લિટરે ₹100.21 થઈ જતા પ્રજામાં દેકારો મચી ગયો છે.

ઇંધણના સતત ભડકે બળતા ભાવો વચ્ચે મોંઘવારી મધ્યમ અને ગરીબ વર્ગની કમર તોડી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પેટ્રોલનો ભાવ પ્રથમ વખત સદી વટાવી ચુક્યો છે. જ્યારે ડીઝલ પણ 99.98 પ્રતિ લીટર સાથે સેન્ચુરી મારવાની નજીક પોહચી ગયું છે.

ભરૂચ જિલ્લાની પ્રજા પણ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીમાં આર્થિક અને માનસિક રીતે સબળી રહી છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકાથી હવે લોકોનું માસિક બજેટ વેરવિખેર થઈ જવાની સ્થિતિ સર્જાઈ રહી છે. ઇંધણના આસમાને પોહચેલા ભાવો આગામી તહેવારોમાં તમામ ક્ષેત્રે વિપરીત અસર કરતા મોંઘવારીમાં લોકોનું જીવવું વધુ કપરું બનશે. જિલ્લાના વાહનચાલકો અને પ્રજા સરકાર ઇંધણના ભાવોને અંકુશમાં લાવે તેવી માંગણી કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...