તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વૈદિક હોળી:ભરૂચમાં લાકડાની જગ્યાએ ગાયના છાણમાંથી બનેલા સ્ટિકથી હોળી પ્રગટાવવામાં આવશે

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણના જતન અર્થે વૈદિક હોળી પ્રગટાવવા અનોખી પહેલ
 • લોકોને વૈદિક હોળી પ્રગટાવવા અપીલ કરવામાં આવી

આજરોજ હોળીના તહેવાર નિમિત્તે ઠેર ઠેર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાશે ત્યારે ભરૂચમાં વૈદિક હોળીનો પ્રયોગો કરવામાં આવશે. લાકડાની જગ્યાએ ગાયના છાણમાંથી બનેલા સ્ટિકથી હોળી પ્રગટાવાશે જેનાથી વાતાવરણ શુધ્ધ બનશે.

ભરૂચમાં આજરોજ હોળીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં સતચેતના પર્યાવરણ સંગઠન અને ગાયત્રી પરિવાર દ્વારા પર્યાવરણના જતન અર્થે વૈદિક હોળી પ્રગટાવવા અનોખી પહેલ કરવામાં છે. સંસ્થા લોકોને દેશી ગાયનાં છાણ અને ઘીનો ઉપયોગ કરીને બનાવેલી સ્ટીકથી વૈદિક હોળી પ્રગટાવવા પ્રેરિત કરી રહી છે. જેનાથી વાતાવરણમાં શુધ્ધ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. સંસ્થા તેના વેચાણના નાણાંમાંથી ગૌમાતાના ઘાસ ચારા માટે ઉપયોગ કરશે.

ગાયનાં છાણાં-ઘીથી હોળી પ્રગટાવવાથી ઓક્સિજન ઉત્પન્ન થાય છે, તેમજ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે. વૈદિક હોળી દ્વારા વાતાવરણમાં પોઝિટિવ એનર્જી ઉત્તપન થાય છે સાથે પ્રદૂષણ અને મચ્છરોના ઉપદ્રવ ઉપર અંકુશ મેળવી શકાય છે. હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુની વચ્ચે આવે છે. આ સમય દરમિયાન વાયરલ રોગોનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

હમણાં કોરોનાનું સંક્રમણ પણ ચાલી રહ્યું છે ત્યારે લાકડાનો ઉપયોગ કરવાથી કાર્બનડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જ્યારે વૈદિક હોળીમાં ઉપયોગમાં લેવાતા ગાયનું છાણ, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી તેમજ નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઇરસને નિયંત્રિત કરી શકાય છે ત્યારે લોકોને વૈદિક હોળી પ્રગટાવવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો