તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધા:ભરૂચમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા કરી પતિ માટે દીર્ઘાયુની પ્રાર્થના કરી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીલ્લામાં વડ સાવિત્રીના વ્રતની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઇ

ભારત દેશ યુગોયુગોથી ઋષિમુનિ, સંતો, વીર મહાપુરૂષો તથા સતીઓનો દેશ ગણાય છે. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિના દરેક તત્વો પૂજનીય છે. જેમાં વડ, પીપળો, તુલસી, બિલી સમાવિષ્ટ છે. એવા એક વિશાળ વડલાની છત્ર છાયામાં સતી સાવિત્રીએ પોતાના પતિ પરમેશ્વર સત્યવાનને યમપાશમાંથી છોડાવી નવ જીવન બક્ષ્યુ હતું. જેમાં આજે ભરૂચ ખાતે મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે વડસાવિત્રી વ્રત કરી વડનું પુજન કર્યું છે.

વિવિધ સ્થળોએ મહિલાઓએ વડનાં વૃક્ષનું પૂજન અર્ચન કર્યું

વિધાતાના લેખને પલટવાની અદ્ભૂત શક્તિ પતિવ્રત ધર્મમાં રહેલી છે. જે ઘટના જેઠ સુદ પૂનમના દિવસે સતીઓના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ છે. આ પવિત્ર વ્રત દ્વારા સૌભાગ્યવતી નારીઓ વડનું પૂજન, પરિક્રમા, ઉપવાસ જાગરણ તથા પતિના દીર્ઘાયુ માટે કામના કરે છે. આજે જેઠ સુદ પૂનમ એટલે કે વડસાવિત્રીનાં વ્રતની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ સ્થળોએ મહિલાઓએ વડનાં વૃક્ષનું પૂજન અર્ચન કર્યું હતું. કહેવાય છે કે વડનાં વુક્ષમાં ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. ત્યારે મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી. અને સમગ્ર દિવસ દરમ્યાન ઉપવાસ રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...