ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા એક કેફેમાં પાર્સલ લેવા ગયેલા બે યુવાનોને નજીવી બાબતે આઠ ઈસમોએ કાપડ વિટાળેલી તલવાર અને પ્લાસ્ટીકના પાઈપ વડે માર માર્યો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચના તુલસીધામ સ્થિત શ્રીનગર સોસાયટીમાં રહેતા ઋષભ શ્યામું વસાવા પોતાના મિત્ર મયંક સાથે ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા એક કેફેમાં જમવાનું પાર્સલ લેવા ગયા હતા. જેઓ પાર્સલ લઇ નીકળ્યા હતા ત્યાં મિત્રના ઘરેથી ફોન આવ્યો હતો અને વધુ એક પાર્સલ લેવાનું જણાવતા તેઓ ફરી પાર્સલ લેવા ગયા હતા. તે વેળાએ કેફેના કમ્પાઉન્ડમાં એક સ્વીફ્ટ કાર એક્ટિવા સાથે સાધારણ અડી જતા કારમાંથી ઝાડેશ્વર ગામનો મેઘ સુધીર રાજ નીચે ઉતરી ઋષભ વસાવાને અપશબ્દો ઉચ્ચારી માર મારવા લગતા તેણે મિત્ર મયંકને અન્ય મિત્ર સ્વપ્નીલને ફોન કરી બોલાવાનું કહ્યું હતું. તે જ સમયે મેઘ રાજના ઓળખીતા પ્રિન્સ રાજ, આદર્શ નિઝામા, જયવિક નિઝામા, ઉમંગ સોલંકી, વિલ્પેશ નિઝામા, દીપ સોલંકી અને જય સોલંકી ત્યાં આવી ગયા હતા. ત્યારે ડરી ગયેલા યુવાન કેફેના અંદર વોશરૂમ તરફ જતા તેને પકડી માર માર્યો હતો અને ત્યારબાદ બહાર નીકળતા આ ઈસમો કમ્પાઉન્ડમાં મિત્ર સ્વપ્નીલને મારવા જતા આ ઈસમોએ ફરી યુવાનને પકડી મેઘ રાજએ કાપડ વિટાળેલ તલવાર ઋષભને મોઢાના ભાગે મારી દીધી હતી અને અન્ય ઈસમોએ પ્લાસ્ટિકની પાઈપો વડે માર માર્યો હતો. મારા મારી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.