કમોસમી વરસાદ:ભરૂચ જિલ્લામાં 19 માર્ચ સુધી માવઠાની આગાહી વચ્ચે પાલેજમાં કરા સાથે વરસાદ વરસ્યો

ભરૂચ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બરફના કરા સાથે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બની ગયું

ભરૂચ જિલ્લામાં 19 માર્ચ સુધી 40 કિલોમીટરની ઝડપે પવન સાથે કરા અને વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે પાલેજ પંથકમાં વતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક કરા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ગઇ હતી.

ભારતીય હવામાન વિભાગે ભરૂચ જિલ્લામાં પણ 16 થી 19 માર્ચ સુધીમાં 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સુધી ભારે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. ભારે પવન વચ્ચે કરા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. સંભવત હવામાનની વિપરીત સ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં અગમચેતીના પગલા લેવા સૂચન કરાયું હતું.દરમિયાન આજે શુક્રવારે બપોરના સુમારે પાલેજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવનો સાથે કરા વરસવાના શરૂ થઈ જતા ખેડૂતો અને લોકોમાં દોડધામ મચી ગઇ હતી. પાંચથી 10 મિનિટ કરા સાથે કમોસમી વરસાદ વરસતા માર્ગો ભીંજાઈ જવા સાથે વાતાવરણ ઠંડુગાર થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...