• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch District Ther Ther Hopefully Hanuman Jayanti Was Celebrated, 11 Thousand 111 Fruits Were Offered At Rokadia Hanuman Temple

હનુમાન જયંતિ:ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર આસ્થાભેર હનુમાન જયંતિની ઉજવણી કરાઈ, રોકડીયા હનુમાન મંદિરે 11 હજાર 111 ફળોનો ભોગ ચઢાવાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભક્તોએ સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી ગુમાનદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતિની શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. ભરૂચ શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. શનિવાર હનુમાનજીનો પ્રિય વાર છે. તેથી શનિવારના રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતી ઘણા વર્ષો બાદ શનિવારના રોજ આવી છે. તેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

હનુમાન જયંતીના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે હનુમાન જયંતીની ઉજવણી ધામધુમથી કરી ન હતી ત્યારે આ વખતે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ વિવધ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી

અંકલેશ્વર ખાતે પણ ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અને રામદૂત હનુમાનજી સમક્ષ રક્ષણ અર્થે પ્રાર્થના કરી હતી. ભરૂચના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દાદાને ૧૧ હજાર ૧૧૧ ફળોનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે હનુમાન જયંતી નિમિત્તે દાદાને ફળોનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. મહંત દ્વારા રામદૂત હનુમાનજીને ૧૧ હજાર ૧૧૧ ફળોનો ભોગ ચઢાવવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે રોકડિયા હનુમાન મંદિર ખાતે સાદગીપૂર્ણ રીતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવતી હતી. આ વર્ષે છૂટ છાટ મળતા ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. આજરોજ સવારથી ભક્તોએ દાદાના શણગારનાં દર્શનનો લ્હાવો લીધો હતો.

ઝગડિયા તાલુકાના ગુમાનદેવ ખાતે સુપ્રસિદ્ધ યાત્રાધામ ગુમાનદેવ હનુમાન મંદિર આવેલ છે. આજે હનુમાન જયંતી નિમિત્તે સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે કે જે ભક્ત ગુમાન એટલે કે અભિમાન સાથે પસાર થતો હોય તે ઈચ્છવા છતાં મંદિરમાં પ્રવેશી શકતો નથી. આજે ભક્તોએ ગુમાનદેવ દાદા સમખ શીશ ઝુકાવી સંકટ હરવા માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...