તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર યથાવત:ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધ્યું, કુલ 8336 પૈકી 66 ટકા કેસ ગામડાના

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગામડાઓમાં દર્દીઓ વધતા ખાટલા ખુટી રહ્યા છે.ગડખોલની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ. - Divya Bhaskar
ગામડાઓમાં દર્દીઓ વધતા ખાટલા ખુટી રહ્યા છે.ગડખોલની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ.
  • જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારો અત્યારસુધી કુલ 5523 કેસ નોંધાયા, જ્યારે અર્બન વિસ્તારમાં માત્ર 2813 કેસ
  • કોરોનાકાળમાં એક જ દિવસમાં સૌથી વધુ 242 કેસ રવિવારે નોંધાયા હતા, જે પૈકી 189 ગ્રામ્યના

ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણ શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા એક વર્ષના કોરોનાકાળમાં રવિવારે જિલ્લામાં રેકર્ડ બ્રેક 242 દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી 189 તો માત્ર ગ્રામ્ય વિસ્તારના જ નોંધાયા છે. જિલ્લા શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં વધુ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5523 દર્દી ગ્રામ્ય વિસ્તારમાંથી અને 2813 અર્બન વિસ્તારમાં નોંધાયા છે. અર્બનમાં પણ અંકલેશ્વર અને ભરૂચમાં સૌથી વધુ દર્દી નોંધાયા છે. છેલ્લા 3 સપ્તાહની આંકડાકીય વિગતો જોતા અર્બન વિસ્તાર માં 22 દિવસમાં એટલે 3 સપ્તાહ માં શહેરી વિસ્તાર માં 556 દર્દી નોંધાયા છે તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં 1399 દર્દી વધુ નોંધાયા છે.

તંત્ર દ્વારા જ્યાં શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણ રોકવા રાત્રિ કર્ફ્યુ તેમજ દિવસના આંશિક લોકડાઉનનો અમલ કરાયો છે. ત્યારેહવે શહેરી વિસ્તાર કરતા કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 22 દિવસમાં કોરોના દર્દી શહેરી વિસ્તાર માં 556 નોંધ્યા છે જેમાં અંકલેશ્વર, આમોદ, ભરૂચ અને જંબુસર પાલિકા વિસ્તાર આવ્યો છે. તેની સામે 9 તાલુકા ગ્રામ્ય વિસ્તાર માં 1399 દર્દી રવિવાર ની સાંજ સુધી માં નોંધાયા છે.

રવિવાર ના રોજ જિલ્લા માં જ્યાં કોરોના વિસ્ફોટ થતા એક જ દિવસ જિલ્લા સૌ પ્રથમ વખત 242 કોરોના દર્દી નોંધાયા છે જેમાં ભરૂચ માં 80 દર્દી નોંધાયા છે જેમાં પણ 45 ગ્રામ્ય અને 35 દર્દી શહેરી વિસ્તાર માં નોંધાયા છે જયારે અંકલેશ્વર કુલ 68 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા જેમાં 50 ગ્રામ્ય વિસ્તાર માં અને 18 શહેરી વિસ્તાર માં નોંધાયા છે જયારે 2 આમોદ નગરપાલિકા વિસ્તાર માં નોંધાયા છે.

જિલ્લામાં અત્યાર સુધી ચાર નગરપાલિકા અને નોટીફાઈડ વિસ્તાર માં 2774 દર્દી નોંધાયા છે જયારે 9 તાલુકા વિસ્તાર આ 5523 દર્દી નોંધાયા છે. તેની સામે અત્યાર સુધી રૂરલ 4382 દર્દી સાજા થયા છે. જયારે અર્બન વિસ્તારમાં 2813 સામે 2234 દર્દીઓએ કોરોનાને માત આપી છે. કોરોના ની બીજી લહેર માં હવે અર્બન વિસ્તાર સામે ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે.

છેલ્લા 3 સપ્તાહ ના ડેટા એનાલિસ જોતા અર્બન વિસ્તારમાં 21 દિવસ માં એટલે 3 સપ્તાહમાં 556 દર્દી નોંધાયા છે. તેની સામે ગ્રામ્ય વિસ્તારમાં 1399 દર્દી વધુ નોંધાયા છે. જે જોતા કોરોનાની પીક હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ ફેલાઈ રહી હોવાનું સરકારી રેકર્ડ દર્શાવી રહ્યું છે.

ગ્રામ્ય વિસ્તારના દર્દીઓની સારવાર મોડી થવાનાકારણે વધારે ક્રિટિકલ બનતી હોય છે
ગ્રામ્ય વિસ્તારના લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. તેથી કોરોના સંક્રમણના શરૂઆતના દિવસોમાં શારિરીક ક્ષમતા વધારે હોવાથી શરીર વેઠી લે છે. જોકે બાદમાં તાવ-શરદીની સામાન્ય દવાઓ લે છે. ત્યા સુધીમાં સંક્રમણના શરૂઆતના સાતેક દિવસ નિકળી જાય છે. તેથી જ્યારે શહેરની હોસ્પિટલો સુધી પહોચે ત્યારે દર્દી ક્રિટિકલ થઇ જાય છે.

શરદી-ખાંસી-તાવ બે દિવસ સુધી રહે તો તરત જ એન્ટીજન કે આરટી-પીસીઆર કરાવવી જોઇએ. દરેક ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો છે. જેમ ઝડપી દર્દીની ઓળખ થશે તેમ તેની સારવાર ઝડપી બનશે અને હોસ્પિટલાઇઝેશન થવાની જરૂર ન પડે. > ડૉ. ઓમકારસિંહ ડોડીયા, સેક્રેટરી, હોમીયો પેથીક મેડીકલ એસોસિએશન અંકલેશ્વર

જિલ્લામાં નવા 115 કેસ
ભરૂચ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 115 કેસ નોંધાયા હતા. જ્યારે 195ને રજા અપાતા અત્યારસુધીમાં કુલ 6616 લોકો સાજા થયા છે. વધુ બે વ્યક્તિના ડેથ ઓડિટ રિપોર્ટ આવતા જિલ્લાનો સત્તાવાર કુલ મૃત્યુઆંક 82 પર પહોંચ્યો છે. નવા કેસમાં ભરૂચ નગર અને તાલુકામાં સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. જ્યારે અંકલેશ્વરમાં 33 અને આમોદમાં 13, વાગરામાં 10, ઝઘડિયામાં 9 વાલિયામાં 5, જંબુસરમાં 4 અને હાંસોટમાં 3 કેસ નોંધાયા છે.

લોકોને ફીવર થાય તો સારવારથી દૂર રહે છે
ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ની ગાઈડ લાઈન પાલન જે ઓછું જોવા મળે છે માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. તેમજ હોમ આઇસોલેશનના નિયમો યોગ્ય રીતે પાલન થતું નથી. અને આજે પણ તાવ આવે કે અન્ય લક્ષણ દેખાય તો ઈલાજ કરતા ડરે છે અને યોગ્ય સમયે સારવાર લેતા નથી. જેને લઇ સંક્રમણ વધી રહ્યું છે. શહેરી વિસ્તાર નો સંપર્ક અને નોકરિયાત યુવાન લાગતો સંક્રમણ ગ્રામ્ય લોકો જલ્દી સંક્રમિત કરી રહ્યા છે.

નિષ્ણાંતોના મતે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ વધવાના મુખ્ય કારણો

  • ખેડૂતો દ્વારા શહેરી વિસ્તારમાં શાકભાજી એપીએમસી પહોચાડતી વેળા સંક્રમણ વધ્યું
  • હોમ આઇસોલેશનમાં નિયમોનું પાલન નહિ એક જ રૂમ પરિવાર સભ્યો સાથે કોરોના સંક્રમિત દર્દી
  • ગામે ગામ આઇસોલેશન સેન્ટર ઉભા કર્યા પણ જવા એક પણ દર્દી તૈયાર નહિ
  • ગ્રામ્ય પ્રજા વેક્સીન લેવામાં સંકોચ સાથે ડર નો અનુભવ કરે છે.
  • ગ્રામ્ય વિસ્તાર માંથી નોકરી એ આવતા યુવાનો ને કારણે પણ સંક્રમણ વધ્યુ.
  • ગ્રામ વિસ્તારમાં કોરોના ગાઈડલાઈન પાલન પ્રત્યે હજી પણ બેડકરી
અન્ય સમાચારો પણ છે...