તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી પુન: ધીમીગતિએ પરંતુ સતત વધી રહી છે. જિલ્લામાં આજે પણ કોરોનાન નવા 16 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3191 પર પહોંચ્યો છે. જેમાં ભરૂચમાં 11 તેમજ અંક્લેશ્વર અને આમોદમાં 2-2 અને હાંસોટમાં 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2999 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં160 લોકો કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.
રાજ્યમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થઇ ગયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેમાંય ભરૂચ અને અંક્લેશ્વર પંથકમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યાં છે. આજે પણ જિલ્લામાં નવા 16 કેસ નોંધાયાં હતાં. જેમાં ભરૂચમાં 11, અંક્લેશ્વર તેમજ આમોદમાં 2-2 કેસ જ્યારે હાંસોટમાં 1 કેસ નોંધાતાં જિલ્લાનો કુલ આંક 3191 પર પહોંચ્યો છે. જિલ્લામાં આજે કોરોના મહામારીને 13 લોકોએ મ્હાત આપતાં અત્યાર સુધીમાં કુલ 2999 લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 73 અને કોવિડ હોસ્પિટલમાં 87 લોકો મળી કુલ 160 લોકો હાલમાં સારવાર હેઠળ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2715 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યાં છે. જે પૈકી 229 એક્ટિવ ઝોનમાં છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 166 અને શહેરી વિસ્તારમાં 63 એક્ટિવ ઝોન આવેલાં છે. જેમાં પણ સૌથી વધુ એક્ટિવ ઝોન ભરૂચમાં 149 તેમજ અંક્લેશ્વરમાં 52 રહ્યાં છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.