પરિણામ:ભરૂચ જિલ્લામાં ધો. 12 સામાન્ય પ્રવાહના 8657 છાત્રોનું આજે પરિણામ જાહેર થશે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતરાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાંથી કુલ 8657 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

માર્ચ મહિનામાં ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. ઉત્તરવહીઓની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થતાં હવે તબકકાવાર રીતે પરિણામોની જાહેરાત કરવામાં આવી રહ્યું છે. પહેલાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવાયું છે. ત્યારે હવે આવતીકાલે શનિવારે ધોરણ 12સામાન્ય પ્રવાહનીપરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામ આવતીકાલે સવારે બોર્ડની વેબસાઇટ http://www.gseb.org પર જાહેર કરાશે. ઉપરાંત બપોર બાદ શાળાઓમાં માર્કશીટ્સ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...