• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Bharuch District So Far 4.5 Per Cent People Have Been Vaccinated Against Corona, 50 Per Cent People Have Completed Both Doses.

વેગવંતું વેક્સિનેશન:ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં 93.5 ટકા લોકોને કોરોનાની રસી આપી દેવાઈ, 50 ટકા લોકોના બંને ડોઝ સંપન્ન

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઇ ગયો
  • 9 પૈકી 6 તાલુકામાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન, જિલ્લામાં રસીકરણ 11.87 લાખને પાર થતાં ઉજવણી

ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં 93.5 ટકા લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. હાલ સુધીમાં જિલ્લામાં 50 ટકાથી વધુ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે.

ભારત દેશ કોરોનાની રસીમાં અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઇ ગયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ રસીકરણ ખુબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જિલ્લા આરોગ્ય વિભાગના અથાગ પ્રયાસોથી હાલ સુધીમાં જીલ્લામાં કુલ 93.5 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે જે પૈકી 50 ટકા જેટલા લોકોએ બંને ડોઝ લઇ લીધા છે.

જિલ્લા આર્યોગ્ય વિભાગ દ્વારા જીલ્લામાં 12.68 લાખ લોકોને રસી મુકવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જે પૈકી 11 લાખ 85 હજાર 472 લોકોએ રસી મુકવી દીધી છે. ઉપરાંત જીલ્લામાં 6 લાખ 1 હજાર 447 લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. ભરૂચ જિલ્લો 100 ટકા રસીકરણ તરફ આગળ વધી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં તે શિખર પણ સર કરી લેશે.

વેક્સિનેશનની જાગૃતિ માટે રાત્રિ મિટિંગો યોજાઈ
જિલ્લામાં વેક્સિનેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા વહીવટી તંત્ર દ્વારા કેટલાંક ગામડાઓમાં રાત્રી મિટિંગો કરવામાં આવી હતી.જેથી વેક્સિનેશનની કામગીરીને સારો પ્રતિસાદ મળ્યો છે. અમારા ગામમાં જિલ્લા કલેક્ટર જાતે રાત્રિ મિટિંગ કરવા માટે આવ્યા હતા. લોકોના મનમાં વેક્સિન પ્રત્યે રહેલી ગેરમાન્યતા દૂર થતા વેક્સિન લેનારા લોકોનું પ્રમાણ વધ્યું.- હસમુખ પટેલ, હાંસોટ.

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રંગોળી બનાવી તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાનને વધાવ્યું હતું.
ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રંગોળી બનાવી તંત્ર દ્વારા વેક્સિનેશન અભિયાનને વધાવ્યું હતું.

આજે હું નિશ્ચિંત થઈ ચૂક્યો છું
હું 70 ટકા દિવ્યાગ છું. લોકોના મનમાં પેહલા રસી બાબતે અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓ ચર્ચાતી હતી. છતાં આજે બીજો ડોઝ લીધો છે. પહેલા ડોઝમાં તાવ સિવાય કોઈ પ્રકારની તકલીફ મને થઈ નથી. આજે હું નિશ્ચિંત થઈ ચૂક્યો છું.- રામુભાઈ ગુલાબ, કંબોડિયા.

વેક્સિન સરળતાથી મળી
કોરોનાથી બચવા વેક્સિન એકમાત્ર ઉપાય છે. મેં વેક્સિનનો પ્રથન ડોઝ અગાઉ લીધો હતો. નિયત સમયમર્યાદામાં બીજો ડોઝ પણ મળી ગયો છે. વેક્સિન મેળવવા માટે કોઈ દોડધામ કરવી પડી નથી. - નરેન્દ્ર પટેલ, નેત્રંગ.

100% વેક્સિનેશન વાળા ગામની સ્થિતિ

તાલુકોગામ
આમોદ48
અંકલેશ્વર58
ભરૂચ66
હાસોટ43
જંબુસર68
ઝઘડિયા125
નેત્રંગ77
વાગરા66
વાલીયા60
અન્ય સમાચારો પણ છે...