કોરોના સંક્રમણ:ભરૂચ જિલ્લામાં 194 દિવસમાં 534 કેસની સામે માત્ર બે દિ’માં જ 525 કેસ: એકનું મોત

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લો સતત બીજા દિવસે કોવિડ સંક્રમણમાં રાજ્યમાં પાંચમા ક્રમે
  • ગુરૂવારે નવા 308 કેસ સાથે જિલ્લાનો કુલ આંક 1059 થયો, 791 લોકો સારવાર હેઠળ

ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોનો બ્લાસ્ટ થઇ રહ્યો છે. ગઇકાલે જિલ્લામાં 217 કેસની બેવડી સદીનો ચોંકાવનારો આંકડો આવ્યાં બાદ આજે ગુરૂવારે પણ જિલ્લામાં 308 કેસનો ધડાકો થતાં જિલ્લાનો કુલઆંક 1 હજારને વટાવી 1059 પર પહોંચી ગયો છે. ઉપરાંત સતત બીજા દિવસે રાજ્યમાં ભરૂચ જિલ્લો કોરોના પોઝિટિવના કેસોમાં પાંચમાં ક્રમે આવી રહ્યો છે. અત્યંત ચિંતાજનક રીતે વધી રહેલાં કેસો તેમજ ત્રીજી લહેરમાં કોરોનાનું પ્રથમ મોત નોંધાતાં લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં છેલ્લાં બે દિવસથી રાજ્યના ચાર મહાનગરોની સરખામણીમાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે. ગઇકાલે 217 અને આજે ગુરૂવારે 308 કેસ સાથે સતત બે દિવસ ભરૂચ જિલ્લો રાજ્યમાં પાંચમાં ક્રમે રહ્યો છે. સરકાર દ્વારા ગત 11મી જૂલાઇથી ત્રીજા લહેરના કેસોની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 11મી જૂલાઇથી 31મી ડિસેમ્બર સુધીના 183 દિવસમાં માત્ર 74 કેસ નોંધાયાં હતાં. જોકે, જાન્યુઆરી મહિનાના માત્ર 13 જ દિવસમાં 992 કેસોનો ઉમેરો થતાં જિલ્લાનો કુલઆંક 1059 પર પહોંચી ગયો છે.

ભરૂચ જિલ્લામાં ગુરૂવારે નોંધાયેલાં 308 કેસો પૈકી 243 કેસ માત્ર ભરૂચ પંથકમાં નોંધાયાં હતાંઉ જ્યારે અંક્લેશ્વરમાં 37, ઝઘડિયામાં 11, વાલાય અને વાગરામાં 6-6 કેસ, નેત્રંગમાં 4 અને જંબુસરમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આમોદ તાલુકામાં હજી સુધી એકપણ કેસ નોંધાયો નથી.

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલાં 1059 કેસ પૈકી ગુરૂવારે સાજા થયેલાં 94 લોકો મળી કુલ 267 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જોકે, હાલમાં 791 લોકો સારવાર હેઠળ છે. જેમાં પણ માઇલ્ડ સિન્ટમ્સવાળા 748 લોકો હોમ આઇસોલેશનમાં છે. અને માત્ર 43 લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.

કોરોનાની ગાઇડલાઇનને લઇને દયાદરા ગામે લગ્નમાં ઘરે-ઘરે ભોજનનાં પાર્સલ મોકલાવાયા
ભરૂચ જિલ્લાના દયાદરા ગામે લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈન પાલનનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. દયાદરાના અકકુજી પરિવારે લગ્ન પ્રસંગે ગામના હોલમાં ફક્ત વેવાઈ પક્ષને જમાડી હોલ પર ભીડ ભેગી ન થાઈ, કોરોના ગાઈડલાઈનનો ભંગ ન થાઈ એટલે અકકુજી પરિવારે લગ્નમાં આમંત્રિત ગ્રામજનોને ઘરે ઘરે જમવાના પાર્સલ પોહચાડ્યા હતાં.

ભરૂચ જિલ્લાના જાન્યુઆરીના આંકડાં

તારીખનવા કેસકુલ કેસ
1774
2983
31699
426125
539164
643207
750257
841296
968364
1078442
1192534
12217751
133081059
અન્ય સમાચારો પણ છે...