તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ભરૂચ જિલ્લામાં 10 દિવસમાં દર 48 મિનિટે કોરોનાનો એક કેસ નોંધાયો,164 એક્ટિવ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાં કોરોનાના આંકમાં દિન પ્રતિદિન સતત વધારો - Divya Bhaskar
જિલ્લામાં કોરોનાના આંકમાં દિન પ્રતિદિન સતત વધારો
 • ફેબ્રુઆરી કરતા માર્ચમાં 750 ટકા કેસમાં વધારો, 100 કન્ટેઇન્મેન્ટ ઝોન વધ્યાં
 • ભરૂચ જિલ્લામાં નવા 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
 • છેલ્લા 2 અઠવાડિયામાં એક્ટિવ કેસનું પ્રમાણ બે ગણુ વધ્યું

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની પ્રક્રિયા પૂર્ણ થયાને વિજય મહોત્સવની ઉજવણીના ગણતરીના દિવસોમાં જ ભરૂચ સહિત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. બે અઠવાડિયામાં પોઝિટિવ કેસોની સંખ્યા 200ને પાર થઇ ગઇ છે. ફેબ્રુઆરીમાં 39 કેસ નોંધાયા હતા જ્યારે માર્ચમાં 750 ટકા એટલે કે 7.5 ગણા કેસ વધીને 295ના આંકડા પર પહોચી ગયો છે. હાલ 164 એક્ટિવ કેસ છે. છેલ્લા 10 દિવસમાં દર 48 મિનિટે એક વ્યક્તિ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યો છે.

છેલ્લા બે અઠવાડિયામાં ભરૂચમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને બે ગણુ વધીને 164 થઇ છે. 10 દિવસ અગાઉ ભરૂચમાં 81 એક્ટિવ કન્ટેન્મેન્ટ ઝોન હતા જે વધીને 181 થઇ ગયા છે. ભરૂચમાં શુક્રવારે વધુ 21 કેસ નોંધાતા કુલ આંક 3969 પર પહોચ્યો છે. દિનપ્રતિદિન રાજ્યભરમાં કોવિડ-19ના નવા વેરિયન્ટની ઓળખ થઇ રહી છે. ત્યારે હવે તાવ, શરદી-ખાંસી સિવાયના પેટમાં દુખાવો, શરીર પર ખંજવાળ સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓ સામે આવી રહ્યા છે.

કોરોનાનો કહેર વધી રહ્યો છે. જ્યારે ગોકળગાયની ઝડપે વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. વેક્સિન લીધા પછી ધારાસભ્ય સહિત ઘણા લોકો સંક્રમિત થયાના કિસ્સાઓ સામે આવતા હવે લોકોને વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગે લોકોને બોલાવવા પડી રહ્યા છે.

ભરૂચમાં કોરોનાની માયાજાળ

 • 2 અઠવાડિયામાં 223 કેસ, અગાઉના, 52 દિવસોમાં 200 કેસ નોંધાયા હતા
 • ​​​​​​​જાન્યુઆરીમાં 173 કેસ નોંધાયા જ્યારે માર્ચના, 27 દિવસોમાં 295 કેસ નોંધાયા.
 • ફેબ્રુઆરીમાં એક પણ દિવસ 3થી વધુ કેસ,નોંધાયા નથી, 6 દિવસ તો શૂન્ય કેસ નોંધાયા.
 • 5 દિવસમાં 98 કેસ નોંધાયા, દસ દિવસમાં દર, 8 મિનિટે 1 પોઝિટિવ નોંધાયો.

ડેથ રિપોર્ટના નામે મૃત્યુઆંક છુપાવી ભ્રમિત કરવાનો કારસો
ભરૂચમાં રોજ કોરોનાના દર્દીઓના મોત થઇ રહ્યા છે. જોકે ડેથ રિપોર્ટના આધારે તેમના મોતનું કારણ કોરોનાને બદલે તેમની અન્ય બિમારીઓ આવે છે. જોકે અન્ય બિમારી સાથે લોકો જ્યારે સંક્રમિત થાય ત્યારબાદ તેનું મૃત્યુ થાય તો બીમારી સાથે જીવિત વ્યક્તિના મોતનંુ કારણ કોરોના કેમ ન હોય શકે તેવી ચર્ચા જાગી છે. સરકારી ચોપડે કોરોનાથી ભરૂચમાં 32 મૃત્યુ જ્યારે કોરોનાની ગાઇડલાઇન સાથે 400થી વધુના અંતિમ સંસ્કાર કર્યા છે.ડેથ રિપોર્ટ બાકીના નામે કોરોનાના મૃત્યુઆંકને છુપાવી લોકોને ભ્રમિત કરવાનો કારશો રચાયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના કોરોનાના આંકડામાં વિસંગતતા
દિવસ દરમિયાન સંક્રમિત દર્દીઓની જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે. ભરૂચ જિલ્લામાં રવિવારે કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરાયા હતાં. જેમાં માત્ર 12 કેસો નોંધાયા હતા. જ પૈકી નેત્રંગ તાલુકામાં એક પણ કેસ નોંધાયો ન હતો. જોકે હકીકતમાં રવિવારે નેત્રંગ તાલુકામાં નવા 6 દર્દીઓ નોંધાયા હતા.

વેક્સિનેશનનું કામ શરૂ થતા લોકો બેજવાબદાર બન્યા
દેશમાં જ કોરોનાની વેક્સિન બની અને તેનો ઉપયોગ શરૂ થતા જ લોકો પહેલા જેટલો કોરોનાને સિરિયસ લેતા નથી તેમ ડોક્ટરોનું માનવુ છે. ઉપરાંત હવે વેક્સિનેશન શરૂ થઇ ગયુ કોરોનાનો ફેલાવો થશે નહિ તેવી માનસિકતા સાથે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ભૂલ્યા. જોકે ચુંટણી પ્રચાર અને કાર્યક્રમો પણ ગાઇડલાઇન ન પાલન કરતા લોકો જેટલા જ કોરોના ફેલાવવા માટે જવાબદાર છે. ફોટો શેશનની લ્હાઇમાં નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલી રહ્યા છે. જોકે પરિણામ આવ્યા બાદ હવે રાજકિય ગતિવિધીઓ ઓછી થઇ અને સામાન્ય નાગરિકો પર કાર્યવાહી શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો