ઇદે મિલાદ:ભરૂચ જિલ્લામાં ઇદે મિલાદના પર્વની મુસ્લિમ બિરદારોએ ઠેર ઠેર ઝૂલૂસ યોજી ઉજવણી કરી

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારની ગાઈડલાઇન અનુસાર ઠેર ઠેર ઝૂલૂસનું આયોજન કરાયું

ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લીમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મહમદ પયગંબરના પ્રતીકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે.

ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે.ઇદે મિલાદની ઉજવણી માટે રાજ્ય સરકારે શરતી છૂટછાટ આપી છે. આ વર્ષે ગુજરાતમાં ઇદે મિલાદ નિમિત્તે સરકારે જૂલુસ કાઢવા પણ લીલીઝંડી આપતા ભરૂચ-અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.ભરૂચમાં ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.

વાલિયા તાલુકાનાં ડહેલી ગામમાં વસતા મુસ્લિમ બિરાદરોએ પણ ઈદ-એ-મિલાદ ઉજવણીના ભાગરૂપે મદીના મસ્જિદથી તળાવ ફળિયા સુધી નાના બાળકો અને મોટાઓએ કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખીને ઝુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી.

નબીપુર જુમ્મા મસ્જિદ ખાતે કુરાનખાનીનું આયોજન કરાયું હતું. ત્યારબાદ નબીપુર મદરસએ અલવીયુલ હુસૈનીના ખાતેથી જુમ્મા મસ્જિદના પેશ ઇમામ સૈયદ ગુલામરસુલ કારંટવીના હસ્તે ઇસ્લામી પરચંદનું ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ જૂલુસ નિકળ્યું હતું જે ગામના મુખ્ય માર્ગો પર ફરી પયગમ્બર સાહેબની શાનમાં દરૂદો સલામ અને નાત શરીફ પઢતા પઢતા જુમ્મા મસ્જિદના મુખ્ય દ્વારે આવી જુલુસની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...