ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:ભરૂચ જિલ્લામાં મેઘ મહેર યથાવત, અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયામાં એક ઇંચ વરસાદ

ભરૂચ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ શહેર અને જિલ્લામાં વિસર્જનની રાતે ગાજવીજ સાથે મેઘરાજા વરસી પડતા ભક્તો અને યુવક મંડળોનો ઉત્સાહ બેવડાયો હતો. વરસતા વરસાદમાં પણ ડીજે, ઢોલ નગારા સાથે વિવિધ શ્રીજીની વિસર્જન યાત્રામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. મોડી રાત સુધી વરસાદ વચ્ચે ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. ભરૂચ જિલ્લામાં રાતે અડધો કલાકમાં વરસેલા વરસાદમાં નેત્રંગ, વાલિયા અને અંકલેશ્વરમાં એક ઇંચ આકાશી જળ વરસ્યા હતા. જ્યારે વાગરા અને હાંસોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય તાલુકાઓમાં ઝઘડિયામાં 8 મિમી, ભરૂચમાં 7 મિમી અને આમોદમાં માત્ર 2 મિમી વરસાદ વરસ્યો હતો. જંબુસરમાં મેઘરાજાએ હાજરી પુરાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...