તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટિંગ:ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, પ્રાઈવેટ લેબની બહાર ચકાસણી માટેની લાંબી કતારો લાગી

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં રોજના 20થી વધુ પ્રોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે

ભરૂચ જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. જિલ્લામાં કોરોના સંક્ર્મીતોની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. કોરોનાના ટેસ્ટ માટે પ્રાઈવેટ લેબની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્ર્મીતોની સંખ્યા મોટાપાયે વધી રહી છે. સરકારી આંકડાઓ પ્રમાણે રોજ 20થી વધુ કેસ આવી રહ્યા છે, પરંતુ જિલ્લામાં હાલ વરવી વાસ્તવિકતા એ છે કે ભરૂચ અને અંકલેશ્વરની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઈ છે અને હોસ્પિટલ પર હાઉસફૂલના પાટીયા જોવા મળી રહ્યા છે.

ભરૂચની પ્રાઈવેટ લેબ કે જ્યાં કોરોનાના ટેસ્ટ થઇ રહ્યા છે ત્યાં પણ સવારથી લાંબી કતારો જોવા મળી રહી છે. જિલ્લામાં વધી રહેલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર યોગ્ય પગલાં ભરે તે ઇચ્છનીય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો