ભાઈબિજ પર્વ:ભરૂચ જિલ્લામાં ભાઈબીજ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી, ભાઈઓએ બહેનનાં ઘરે જઈ ભોજન આરોગ્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક કથા અનુસાર આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલુ અને બે વરદાન આપ્યા હતા

ભરૂચ શહેર અને જિલ્લામાં ભાઈબીજના પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પ્રકાશ પર્વ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે આજરોજ ભાઈબીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજના મહત્વના દિવસે ભાઈઓએ બહેનનાં ઘરે જઈ ભોજન આરોગ્યું હતું અને બહેનને ભેટ સોગાદ આપી હતી.

ભાઈબીજના તહેવાર પાછળ જોડાયેલી ધાર્મિક કથા અનુસાર આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘરે ભોજન કરેલુ અને બે વરદાન આપ્યા હતા. જેમાં એક વરદાન એ હતું કે, દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જાશે અને ભાઈ બહેનને ભેટ આપશે. જ્યારે બીજુ વરદાન એ આપ્યું હતુ કે આજના દિવસે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. જે ભાઇઓ ભાઇબીજના દિવસે પોતાની બહેનને ત્યા જમશે તે નરકનુ બારણું નહીં જુએ. ભાઇ રોગી હોય્, અથવા તો બહેનના ઘરે જવાનુ ના બને તો આ ભાઇબીજની વાર્તાનું સ્મરણ કરનારને પણ ભોજન કર્યા જેટલુ જ ફળ મળે છે. એવી માન્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...