તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ભરૂચ જિલ્લામાં 9 પોઝિટિવ કેસ, 27 દર્દીઓ રિકવર થયાં

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ પંથકમાં 8 અને અંક્લેશ્વરમાં 1 કેસ નોંધાયો
  • આરોગ્યની 406 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે ગુરૂવારે પણ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં માત્ર 9 કેસ નોંધાતાં જિલ્લાનો કુલઆંક 10,662 પર પહોંચી ગયો હતો. જેમાં ભરૂચમાં 8 અને અંક્લેશ્વરમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય 7 તાલુકાઓમાં એક પણ કેસ નોંધાયો ન હતો. ગુરૂવારે કોરોના મહામારીને 27 લોકોએ મ્હાત આપતાં અત્યાર સુધીમાં 10451 લોકો સાજા થયાં છે. જ્યારે હાલમાં હોમ આઇસોલેશનમાં 62, કોવિડ કેર સેન્ટરમાં 9, કોવિડ હેલ્થ સેન્ટરમાં 21 તેમજ ડેઝગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં 2 લોકો મળી 94 દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં હાલમાં 8982 કન્ટેઇનમેન્ટ એરિયા પૈકી 458 એક્ટિવ ઝોનમાં છે. જે પૈકીના 166 શહેરી વિસ્તાર અને 292 ગ્રામ્ય વિસ્તાર એક્ટિવ ઝોનમાં આવેલાં છે. જ્યારે આરોગ્ય વિભાગની 406 ટીમો દ્વારા એક્ટિવ ઝોનના 10421 ઘરોમાં રહેતાં 33577 લોકોની સર્વેલન્સની કામગીરી પુર્ણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...