તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રી શીપ કાર્ડની યોજના:ભરૂચ જિલ્લામાં 2 મહિનામાં 85 વિદ્યાર્થીઓએ ફ્રિ શીપ કાર્ડ મેળવ્યા

ભરૂચ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોલેજોની પુનઃશરૂઆત બાદ આદિજાતિ વિકાસની કચેરીઓમાં છાત્રોની દોડ
 • યોજનાનો લાભ કોલેજના છાત્રો પોતાના જિલ્લામાંથી મેળવી શકશે

કોરોના કાળમાં કોલેજ શાળાઓ બંધ હતી જોકે અનલોક બાદ પણ શાળાઓ બંધ છે પરંતુ કેટલાક વિભાગોની કોલેજો પુનઃશરૂ થઇ ગયા છે. ભરૂચ જિલ્લામાંથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ફ્રી શીપ કાર્ડની યોજના શરૂ કરાઇ છે. જેમાં લાભાર્થીઓએ માટે કોલેજની ફી માફી હોય છે. આવા ફ્રી શીપ કાર્ડ છેલ્લા 2 મહિનામાં 85 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જ્યારે ઓગષ્ટ સપ્ટેમ્બરમાં 9 જ ફ્રી શીપ કાર્ય અપાયા હતા. ઓગષ્ટથી અત્યાસ સુધી 94 ફ્રી શીપ કાર્ડ જાહેર કરાયા છે.

ફ્રી શીપ કાર્ડનો લાભા લેવા ઇચ્છતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓએ ભરૂચના આદિજાતીની કચેરીએ દોડ મુકી હતી.ભરૂચ જિલ્લાના આદિજાતિ વિકાસ અધિક્ષક જી.આર ભાટિયાએ જણાવ્યુ હતુ કે, હવે કોલેજો શરૂ થતા છેલ્લા 2 મહિનામાં ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટે વિદ્યાર્થીઓ વધારે આવે છે. કોરોના કાળમાં છાત્રોને ફરી ધક્કો ન ખાવો પડે તેથી તેજ દિવસે તેમને ફ્રી શીપ કાર્ડ મળી શકે તેવી સુવિધા કચેરી ખાતે કરાઇ છે. આ યોજનાનો લાભ અનુસૂચિત જનજાતિના કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના રહેણાંક જિલ્લામાંથી મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો