એમ્બ્યુલન્સ સેવા ખડેપગે:ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઇ 7 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય, 78 કર્મચારીઓની રજાઓ રદ્દ કરાઇ

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઇ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ખાસ પ્રકારની ટ્રોમા સેન્ટરમાં વ્યવસ્થા ઊભી કરાઈ છે. ઉત્તરાયણ પર્વને લઇ તંત્ર દ્વારા 108 આપાત કાલીન સેવાની 7 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રહેશે.

ઉત્તરાયણ તહેવારને સૌ કોઈમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઉત્તરાયણ પર્વે ઇમરજન્સી સેવા 108માં કોલ વધવાની શક્યતાને ધ્યાને લઇ 800થી વધુ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને 4 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે.તો ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઇ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ અને અંકલેશ્વરમાં જયાબેન મોદી હોસ્પીટલ ખાતે ખાસ પ્રકારની ટ્રોમા સેન્ટરમાં વ્યવસ્થા ઊભી કરવામા આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉતરાયણ પર્વ દરમિયાન ભરૂચ જિલ્લાના આંકડા મુજબ આ વર્ષે 53.09 ટકા જેટલાં ઇમરજન્સી કેસો આવી શકે છે. તહેવારને લઈ 108ની ટીમ સ્ટેન્ડ બાય સાથે તમામ 78 કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 103 ઇમરજન્સી કોલ મળ્યા
ગત વર્ષે ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણના દિવસે 103 ઇમરજન્સી કોલ મળ્યા હતા. 2 થી 3 કોલ દોરી વાગી જવાથી ઈજાના કોલ, ધાબા પરથી પડવાથી 27 કોલ, ઉત્તરાયણના કારણે અકસ્માતની ઘટનાઓના 21 કોલ, ઉત્તરાયણને લઇ ઇલેક્ટ્રિક ઘટનાઓથી ઈજા પહોંચવાના 44 કોલ મળ્યા હતા.

108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેની ઉત્તરાયણ પર્વને લઇ લોકોને સાવચેતી માટે અપીલ
108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધે દ્વારા લોકજોગ અપીલ કરતાં જણાવ્યુ હતુ કે લોકોએ માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહેવુ જોઈએ.વીજળીના તારમાં અને રાબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચમાં ન પડી ધાબા પર પતંગ ચગાવવા કરતા ખુલ્લા મેદાન પરથી પતંગ ચગાવાનો આગ્રહ રાખવો જોઈએ.પતંગ ચગવતા વખતે બાળકોની વાલીઓએ દેખરેખ રાખવી જોઈએ.સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 ના સમયે પક્ષીઓ ગગનમાં ઉડાન ભરી રહ્યા હોય છે એટલે આ સમયમાં પતંગ ન ચગાવવી જોઈએ. લોકોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. લોકોએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જેથી ચક્કર આવવાની ઘટના ન બને.

અન્ય સમાચારો પણ છે...