ચૂંટણી:ભરૂચ જિલ્લામાં સરપંચના 652, વોર્ડ સભ્યના 2972 ફોર્મ ભરાયા

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 7 ડિસેમ્બર ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ

ભરૂચ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. 29મી નવેમ્બરથી ફોર્મ વિતરણ શરૂ થઇ ગયું છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં સરપંચ અને વોર્ડ સભ્ય માટે કુલ 3624 ફોર્મ ઉપડ્યાં છે. જોકે, હજી ફોર્મ પરત ખેચવાની અંતિમ તારીખ 7મી ડિસેમ્બર હોઇ ઉમેદવારોનું ચિત્ર હજી સુધી સ્પષ્ટ થયું નથી.

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયાં છે. ચૂંટણીની જાહેરાત થતાં રાજકિય ગતિવિધીઓ પણ વધુ તેજ બની ગઇ છે. સામાન્યત: ગ્રામ પંચાયતની ચૂંટણી પક્ષ આધારિત હોતી નથી. પરંતુ વિવિધ પક્ષ સાથે સંકળાયેલાં લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંપુર્ણપણે સક્રિય થઇ પોતાની પેનલના ઉમેદવાર માટે મેદાનમાં ઉતરી પડતાં હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઇ ગઇ છે.

ત્યારે 29મી નવેમ્બરથી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યોના ફોર્મનું વિતરણ પણ શરૂ થઇ ગયું છે ત્યારે જિલ્લાની 503 ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીને લઇને અત્યાર સુધીમાં કુલ 3624 ફોર્મ ઉપડ્યાં છે. જેમાં સામાન્ય ચૂંટણીમાં સરપંચના ઉમેદવાર માટે 649 અને વોર્ડ સભ્ય માટે 2972 ફોર્મ ઉપડ્યાં છે. જ્યારે પેટા ચૂંટણી માટે સરપંચના ઉમેદવાર તરીકે 3 ફોર્મ ઉપડ્યાં છે .જોકે, વોર્ડ સભ્ય માટે હજી સુધી એક પણ ફોર્મ ગયું નથી. આગામી 7 ડિસેમ્બરે ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોઇ હજી સુધી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...