કોરોનાનો કુદકો:ભરૂચ જિલ્લામાં નવા 43 પોઝિટિવ કેસ નોંધાયાં, કુલઆંક 207

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ- અંક્લેશ્વર પંથકમાં સૌથી વધુ 180 કેસ, અન્ય 7 તાલુકામાં 27 કેસ ઃ કિશોરોના વેક્સિનેશન પર ભાર
  • શાળાઓમાં છાત્રોની સંખ્યા ઘટી, ઓનલાઇન શિક્ષણ શરૂ ઃ નર્મદા કોલેજમાં બે દિવસ શિક્ષણકાર્ય બંધ

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યાં છે. ગઇકાલે જિલ્લામાં 36 કેેસ નોંધાયાં બાદ ગુરૂવારે નવા 43 કેસો નોંધાતાં જિલ્લાનો કોરોના પોઝિટિવનો કુલ આંક 207ને પર પહોંચી ગયો છે. જોકે, અત્યાર સુધીમાં 52 લોકો સાજા થયાં છે. જ્યારે 155 લોકો સારવાર હેઠળ છે. બાળકોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી રહી હોવાને કારણે વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યાં હોઇ શાળામાં છાત્રોની સંખ્યા ઘટતા પુન: ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. નોંધનિય છે કે, જિલ્લામાં ઓમિક્રોનના નવા કોઇ કેસ નહીં નોંધાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો પુન: ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ભરૂચ જિલ્લો એક સમયે કોરોનામુક્ત થઇ ગયો હતો. જોકે, તે બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ, માસ્ક નહીં પહેરવાની બેદરકારી, ઇલેક્શન, રાજકિય મેળાવડા, લગ્ન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવતાં જિલ્લામાં કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં 57 સ્થળે ફ્રીમાં RTPCR અને રેપિડ ટેસ્ટીંગ કરાશે
જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસનો લઈને આરોગ્ય તંત્ર પણ હરતકમાં આવ્યું છે. ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લાના કુલ-57 સ્થળોમાં સિવિલ હોસ્પિટલ ભરૂચ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર, સામુહિક આરોગ્ય કેન્દ્ર – આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, અવિધા, ઉમલ્લા, નેત્રંગ, વાગરા, વાલિયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – આછોદ, માતર, સમની, જીતાલી, ખરોડ, માંડવા, સજોદ, સિસોદરા, સેરોલ, હલદરવા, નવેઠા, શુકલતીર્થ, ટંકારીયા, ઝનોર, ઈલાવ, કુડાદરા, છીદ્રા, ગજેરા, કાવી, કોરા, ટંકારી, ભાલોદ, ધારોલી, ગોવાલી, જેસપોર, ઝઘડીયા, પંડવાનીયા, પાનેઠા, રાજપારડી, બિલોઠી, ચાસવડ, ખરેઠા, મોરીયાણા, થવા, દહેજ, કેસવાણ, પખાજણ, દહેલી, ગુંડીયા, કરા, કોંઢ, શહેરી આરોગ્ય કેન્દ્ર - ધોળીકુઈ, લાલબજાર, વેજલપુર, અંકલેશ્વર-1, અંકલેશ્વર-1 સ્થળોએ કોવિડ-19 અંતર્ગત ફ્રીમાં RTPCR અને રેપીડ ટેસ્ટીંગ કરવામાં આવે છે.

અંકલેશ્વરમાં ગુરૂવારે 10 કેસ, કુલ 27 એક્ટિવ કેસ
અંકલેશ્વર : ભરૂચ જિલ્લાના ભરૂચ બાદ હવે અંકલેશ્વર માં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ગત રોજ 8 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા બાદ હવે 10 દર્દી ગુરુવાર ના રોજ નોંધાઈ હતી. એ પૂર્વે એક સોમવાર ના રોજ પણ 9 કોરોના દર્દી નોંધાયા હતા. લગાતાર કોરોના દર્દી આવી રહ્યા છે. હાલ અંકલેશ્વર માં 27 કોરોના દર્દી અંકલેશ્વર માં એક્ટીવ છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ કોરોના દર્દી ના નિવાસ સ્થાને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી સ્ક્રિનિંગ શરુ કર્યું હતું. તેમજ કોરોના ચકાસણી શરુ કરી હતી. ત્યારે અંકલેશ્વર પી.એચ.સી. સેન્ટર સહીત સરકારી દવાખાના ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આર.ટી.પી.સી.આર ટેસ્ટ શરુ કરવા માટે ની પણ તજવીજ આરંભી હતી.

નર્મદા જિલ્લામાં કોરોનાના 6 કેસ નોંધાયા
રાજપીપળા : રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઇ ગઈ અને કોરોનાએ તમામ જિલ્લામાં પગ પેસારો કર્યો હતો. નર્મદા જિલ્લો બાકાત હતો ત્યારે બે દિવસ પહેલા નર્મદા જિલ્લામાં મહારાષ્ટ્રથી નાંદોદ તાલુકાના વાવડીમાં આવેલા 55 વર્ષીય વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 6 જાન્યુઆરીએ એક સાથે 6 કોરોના કેસો સામે આવતા લોકોમાં ફફડાટ મચ્યો છે.નર્મદામાં 5 મહિના પછી ફરી એક વાર કોરોના ના કેશો નોંધાયા છે. આ તમામ દર્દીઓ કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનથી સંક્રમિત છે કે નહીં તે માટે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...