તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા,1 મોત

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાનો કુલ આંક 3948, જ્યારે 3763 લોકોએ કોરોનાને મ્હાત આપી

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક છેલ્લા 10 દિવસથી સતત વધી રહ્યો છે. गुरूवारे गગુરૂવારે જિલ્લામાં નવા 23 કેસ નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ભરૂચ શહેર અને જિલ્લામાં રોજ બરોજ કોરોનાના કેસમાં વધારો નોંધાવાના કારણે આરોગ્ય તથા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માત્ર એકથી 2 ના આંકમાં નોંધાતા કેસોમાં એકાએક વધારો નોંધાતા છેલ્લા 10 દિવસથી પોઝિટિવનો આંક ડબલ ડિજિટમાં આવી રહ્યો છે. ગુરૂવારે ભરૂચ શહેરમાં 14, અંકલેશ્વરમાં 7, ઝઘડિયામાં 1 અને નેત્રંગમાં 1 મળીને કુલ 23 નવા કેસ નોંધાતા જિલ્લાનો કુલ આંક 3948 પર પહોંચી ગયો છે. ગુરૂવારે 11 લોકોએ કોરોનાને હરાવતા રજા અપાઈ હતી. અત્યારસુધી જિલ્લામાં 3763 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હજી જિલ્લામાં 153 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

જિલ્લામાં કોરોનાને લઈને હાલમાં શહેરી વિસ્તારમાં 84 અને ગ્રામ્ય વિસ્તારમાં 90 મળી કુલ 174 કન્ટેઈનમેન્ટ ઝોન એક્ટિવ છે. ગુરૂવારે એક વ્યક્તિનું સારવાર વેળા મોત નિપજ્યું હતું. જ્યારે જિલ્લામાં સરકારી ચોપડે હજી પણ માત્ર 32 લોકોના જ મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો